Mahisagar News/ મહિસાગરમાં 15 લાખના નશીલા પદાર્થ સાથે આરોપીની ધરપકડ

SMCએ બાલાસિનોરમાંથી આરોપીને ઝડપી લઈને મેફેડ્રોનનો જથ્થો કબજે કર્યો

Gujarat Others

Mahisagar News : મહિસાગરના બાલાસિનોરમાંથી સ્ટેટ મોનિટરીંગ સેલ (SMC)ની ટીમે એક આરોપીની ધરપકડ કરીને અંદાજે 15 લાખ રૂપિયાની કિંમતનો મેફેડ્રોનનો જથ્થો કબજે કર્યો હતો. જ્યારે અન્ય એક આરોપી ફરાર થઈ જતા પોલીસે તેની શોધ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ SMCની ટીમને માહિતી મળી હતી કે બાલાસિનોરમાં G.I.D.C વિસ્તારમાં તરણ સઈદ દરગાહ પાછળ ખુલ્લા ખેતરમાં કેટલાક આરોપીઓ પાસે ડ્રગ્સનો જથ્થો છે. આ માહિતીને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો.

જેમાં પોલીસે શેખ મોહમ્મદ અસફાક મોહમ્મદ હનીફની ધરપકડ કરી હતી. તેની પાસેથી પોલીસે રૂ.14,64,600 ની કિંમતનો મેફેડ્રોનનો જથ્થો, એરકમોબાઈલ, વાહન વગેરે મળીને કુલ રૂ.15,47,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે એક આરોપી ફરાર થઈ જતા પોલીસે તેની શોધ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં ઘર પાસેના બિલ્ડીંગના 9મા માળેથી પડતું મુકીને કિશોરનો આપઘાત, લિફ્ટમાં ઉપર જતો CCTVમાં કેદ

આ પણ વાંચો:સુરતમાં દારૂના જથ્થા સાથે 22 શખ્સો ઝડપાયા

આ પણ વાંચો:સુરતમાં સગીરાને સોશિયલ મીડિયા થકી મિત્રતા ભારે પડી, વિધર્મી યુવકે કર્યુ શારીરિક શોષણ