Ahmedabad News : અમદાવાદના શાસ્ત્રીબ્રિજ પાસેથી SOGની ટીમે મેફેડ્રોન અને ગાંજાના જથ્થા સાથે રૂ.15,90,700 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરીને ત્રણ ફરાર આરોપીની શોધ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ સ્ટેટ મોનિટરીંગ સેલ(SMC)ની ટીમને માહિતી મળી હતી કે અમદાવાદના નારોલ હાઈવેથી વિશાલા સર્કલ વચ્ચે શાસ્ત્રીબ્રિજ પાસેથી કેટલાક શખ્સો નશીલા પદાર્થના જથ્થા સાથે પસાર થવાના છે. આ માહિતીને આધારે પોલીસે અહીં જાળ બિથાવી હતી. જેમાં પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી પોલીસે રૂ.14,89,500 ની કિંમતનો મેફેડ્રોન અને 290 રૂપિયાની કિંમતનો ગાંજો કબજે કર્યો હતો.
પોલીસે નશીલા પદાર્થ, રૂ.910 રોકડા, પાંચ મોબાઈલ તથા રિક્ષા મળીને રુલ રૂ. 15,90,700 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી અને વડોદરાના રહેવાસી ઉબેદએહેમદ જે.અન્સારી, અલી હુસેન એ.સૈયદ, મોહમ્મદ સાહિલ મલેક અને અમદાવાદના અશરફ એમ શેખની ધરપકડ કરી હતી. જ્યારે ત્રણ ફરાર આરોપીની શોધ હાથ ધરી છે.આરોપીઓએ આ નશીલો પદાર્થ ક્યાંથી મેળવ્યો અને કોને આપવાના હતા તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:અમદાવાદના વટવા સ્થિત ગ્રીન કો-ઓપ પોલમાં 18 પદો માટે 37 ઉમેદવારો મેદાનમાં
આ પણ વાંચો:વટવા પોલીસે ફરાર ગુનેગારની કરી ધરપકડ, 12 જ્યોતિર્લિંગના દર્શન બાદ ગુનાખોરી છોડવાનો હતો નિર્ણય
આ પણ વાંચો:વટવા-વડોદરા મેમુના સમયમાં તારીખ 16 મે 2025 થી ટ્રેન નંબર 69102માં ફેરફાર

