Palanpur News : પાલનપુરમાં હેલ્થ પરમીટ લાયસન્સ માટે એક વ્યક્તિ પાસેથી રૂ.7,000 ની લાંચ લેતા પાલનપુર નશાબંધી અને આબકારીની કચેરીના નાયબ નિરીક્ષક (હાલ ઈન્ચાર્જ અધિક્ષક)ની ACB એ ધરપકડ કરી છે.
આ કેસની વિગત મુજબ ફરિયાદીએ હેલ્થ પરમીટ લાયસન્સ મેળવવા માટે નશાબંધી અને આબકારીની કચેરી પાલનપુર ખાતે અરજી કરી હતી. જે હેલ્થ પરમીટનું લાયસન્સ આપવા માટે પાલનપુરની નશાબંધી અને આબકારીની કચેરીના નાયબ નિરીક્ષક હિતેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ મસાણી(હાલ-ઇન્ચાર્જ અધિક્ષક)એ કાયદેસરની ફી ઉપરાંત રૂ.૭,૦૦૦/- ની ગેરકાયદેરની લાંચની માગણી કરી હતી.
જે ગેર કાયદેસર લાંચની રકમ ફરિયાદી આપવા માગતા ના હોય, ફરીયાદીએ બનાસકાંઠા એ.સી.બી. નો સંપર્ક કર્યો હતો. જેને આધારે ACBની ટીમે નશાબંધી અને આબકારીની કચેરી, જોરાવર પેલેસ,પાલનપુર ખાતે જાળ બિછાવી રૂ.7,000 ની લાંચ લેતા આરોપી હિતેન્દ્રસિંહ મસાણીની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો:ભ્રષ્ટાચારનો પર્દાફાશ: સ્ટેમ્પ ડ્યુટી કચેરીના 2 અધિકારીઓ 3 લાખની લાંચ લેતા ઝડપાયા
આ પણ વાંચો:જંત્રીમાં વધારાના પગલે સરકારની સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં ધરખમ વધારો
આ પણ વાંચો:રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં અમદાવાદ સહિત પાંચ જિલ્લાઓનો સૌથી વધુ ફાળો