Ahmedabad News/ 5.27 લાખના મેફેડ્રોનના કેસમાં વોન્ટેડ શાહઆલમમાં રહેતા બે શખ્સોને ઝડપી લેવાયા

મેફેડ્રોનનો જથ્થો ક્યાંથી મેળવ્યો અને કોને આપવાના હતા તેની તપાસ હાથ ધરી

Gujarat Ahmedabad

Ahmedabad News : સ્ટેટ નોવીટરિંગ સેલ (SMC)એ રૂ.5,27,800 ની કિંમતના મેફેડ્રોનના જથ્થા સાથે અગાઉ શાહઆલમ દરગાહ પાસે રહેતા સોહેબ ઉર્ફે મામા ઈબ્રાહીમ શેખની ધરપકડ કરી હતી. પુછપરછમાં તણે મેફેડ્રોનનો આ જથ્થો ઈમરાન નામના શખ્સે આપ્યો હોવાનું જણાવ્યું હતું.

દરમિયાન SMCના અધિકારીઓને માહિતી મળી હતી કે ઈમરાન પાનવાલી ચાલી શાહઆલમ ખાતે આવ્યો છે. જેને આધારે પોલીસે અહીંથી શાહઆલમમાં રહેતા યાસીનમીયા ઉર્ફે ઈમરાન શેરૂમીયા સૈયદ અને શાહઆલમમાં રહેતા મહંમદહનીફ મહંમદસિદ્દીક સૈયદની ધરપકડ કરી હતી.

પોલીસે હવે આરોપીઓએ મેફેડ્રોનનો જથ્થો ક્યાંથી મેળવ્યો અને કોને આપવાના હતા તેની તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો

આ પણ વાંચો: મારા મરવા પાછળ અનિરુદ્ધસિંહ જાડેજાનો હાથ: અમિત ખૂંટ

આ પણ વાંચો: રાજકોટમાં અમિત ખૂંટ આપઘાત કેસ, પૂજાનો દારૂની મહેફિલ માણતો વીડિયો વાયરલ