Palanpur News/ પાલનપુરમાં ગ્રાહકનો ગુસ્સો ધધકયો, આગ એટલી ભભૂકી ગઈ કે આખી OLA મોપેડ ખાખ થઈ….

પાલનપુરના યુવકે થોડા જ દિવસ પહેલા નવી OLA ઇલેક્ટ્રિક મોપેડ ખરીદી હતી. પરંતુ મોપેડનો સ્ટિયરિંગ રૉડ તૂટી પડતા તે સતત કંપનીનો સંપર્ક કરી રહ્યો હતો. અનેકવાર

Top Stories Gujarat Others Breaking News

Palanpur News: પાલનપુર શહેરમાં આજે એક અવિશ્વસનીય દ્રશ્ય જોવા મળ્યું. જ્યાં એક ગુસ્સે ભરાયેલ  ગ્રાહકે પોતાની નવી OLA ઇલેક્ટ્રિક મોપેડને કંપનીના શોરૂમ સામે આગ લગાવી દીધી. આ બનાવના વિડિયોએ  સોશિયલ મીડિયામાં પણ  વાયરલ થઈ રહ્યું છે.

પ્રાથમિક માહિતી અનુસાર, પાલનપુરના યુવકે થોડા જ દિવસ પહેલા નવી OLA ઇલેક્ટ્રિક મોપેડ ખરીદી હતી. પરંતુ મોપેડનો સ્ટિયરિંગ રૉડ તૂટી પડતા તે સતત કંપનીનો સંપર્ક કરી રહ્યો હતો. અનેકવાર ફરિયાદ કરવા છતાં સર્વિસ સેન્ટર અને શોરૂમ તરફથી યોગ્ય જવાબ  ન મળતા અંતે ગ્રાહકનો ગુસ્સો ફાટી નીકળ્યો.

આ ઘટનામાં કંપનીના શોરૂમ કર્મચારીની બેદરકારી સામે આવી 

સ્થળ પરથી મળેલી માહિતી મુજબ, ગ્રાહક પોતાના મોપેડ સાથે સીધો OLAના શોરૂમ સામે પહોંચી ગયો. ત્યાંના કર્મચારીઓને રીપેર માટે વિનંતી કરી, પરંતુ તેને જણાવ્યું કે “પાર્ટ્સ ઉપલબ્ધ નથી” અને થોડા દિવસ રાહ જોવાની સલાહ આપી. આ વાત સાંભળતાની સાથે ગ્રાહકનો ધીરજ તૂટી ગયો. તેણે રસ્તા વચ્ચે જ મોપેડ ઊભી રાખી અને પેટ્રોલ છાંટી તેને આગ લગાવી દીધી.

આ દૃશ્ય જોતા જ શોરૂમ સ્ટાફ અને લોકો એકઠા થઈ ગયા. કેટલાક લોકોએ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો, જ્યારે કેટલાક લોકોએ વિડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો. થોડી જ મિનિટોમાં આગ એટલી ભભૂકી ગઈ કે આખી મોપેડ ખાખ થઈ ગઈ.

[fvplayer id=”179″]

ગ્રાહકનો આક્ષેપ – “કંપની ફક્ત વચનો આપે છે”

ગ્રાહકે પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં જણાવ્યું કે,

“મે એકદમ નવી મોપેડ ખરીદી હતી. પરંતુ ફક્ત 15 દિવસમાં તેનું સ્ટિયરિંગ અલગ પડી ગયું. મેં અનેકવાર સર્વિસ સેન્ટરનો સંપર્ક કર્યો, પરંતુ કોઈ યોગ્ય જવાબ આપ્યો નહીં. બધાએ ફક્ત કહ્યુ કે ‘અમે તપાસી લઈશું’.

[fvplayer id=”180″]

જ્યારે ગ્રાહકને યોગ્ય ન્યાય ન મળે, ત્યારે ગુસ્સો ફાટી નીકળવો સ્વાભાવિક છે.”

ગ્રાહકે ઉમેર્યું કે OLA જેવી મોટી કંપનીઓ ગ્રાહકોને સેવા આપવાના બદલે “એપ પર ફરિયાદ કરો” કહે છે, પરંતુ જમીન પર કોઈ કાર્યવાહી થતી નથી.

ઘટનાને ધ્યાનમાં લેતાં OLA કંપનીના પ્રદેશ મેનેજરે જણાવ્યું કે, “અમને પાલનપુર ઘટનાની માહિતી મળી છે. અમારું ટેક્નિકલ ટીમ કારણોની તપાસ કરી રહ્યું છે. ગ્રાહકોને સુરક્ષિત સેવા આપવી અમારી પ્રથમ પ્રાથમિકતા છે.”  કંપનીએ ઉમેર્યું કે આવી ઘટનાઓને રોકવા માટે ગ્રાહક હેલ્પલાઈન અને રિપેર પ્રક્રિયામાં સુધારા લાવવામાં આવી રહ્યા છે. તેણે જણાવ્યું કે “આગ લગાડનાર ગ્રાહકની મોપેડમાં ખામી હતી કે નહીં તેની તપાસ થઈ રહી છે.”   પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “અમે બંને પક્ષોની વાત સાંભળી છે. ગ્રાહકના હિતમાં પણ તપાસ કરવામાં આવશે, પરંતુ જાહેર સ્થળે આવી રીતે મોપેડ સળગાવવી કાયદેસર નથી.”

OLA મોપેડ અંગે વિવાદોનો ઈતિહાસ

OLA ઇલેક્ટ્રિક વાહનો છેલ્લા કેટલાક મહિનામાં વારંવાર ચર્ચામાં રહ્યા છે. ઘણા ગ્રાહકોએ સોશિયલ મીડિયા પર બેટરીના વિસ્ફોટ, ટેક્નિકલ ખામી, અને સર્વિસ સેન્ટરની ઉદાસીનતાની ફરિયાદો કરી છે.  OLA કંપનીએ હંમેશા આ દાવાઓને નકારી કાઢ્યા છે અને જણાવ્યું છે કે તેની ઉત્પાદનો સુરક્ષિત છે.પરંતુ હવે પાલનપુરની આ ઘટના પછી ફરી એક વાર ગ્રાહક સેવા અને ગુણવત્તા પર પ્રશ્નો ઉઠ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાલનપુર-મહેસાણા પર આવેલા થ્રી એલિવેટેડ બ્રિજમાં મસમોટી તિરાડ, આબરૂ બચાવવા યુધ્ધના ધોરણે કામ શરૂ

આ પણ વાંચો:પાલનપુર હાઈવે પર ચક્કાજામ : 5 કિમી સુધી વાહનોની લાઈન લાગી, વરસાદ બન્યો વિલન

આ પણ વાંચો:પાલનપુર ન્યૂ બસપોર્ટની બહાર ‘નો પાર્કિંગ’ના બોર્ડ લાગ્યા