Surat News : જાહેર સ્થળોએ પાન-મસાલાની પિચકારી મારવી હવે મોંઘી પડશે. સરકારી મિલકતોને બગાડનારાઓે સાવધાન થઈ જવું પડશે. કારણકે સુરત મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.
જાહેરમાં પાન-માવાની પિચકારી મારતા અનેક લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી 3,819 લોકોને રૂ. 5.85 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
જાહેરમાં પિચકારી મારનાર સામે 4 હજાર કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં પાલિકાના CCC સેન્ટર ઉપરથી મોનિટરિંગ કરવામાં આવે છે.
આ પણ વાંચો:બનાસકાંઠા ધાનેરા-નેનાવા બોર્ડર પર ટ્રકમાંથી લાખોનો દારૂ ઝડપાયો
આ પણ વાંચો:બનાસકાંઠા: કાંકરેજના થળી જાગીર મઠના કેસમાં મહંતની તરફેણમાં આવ્યો ચુકાદો
