અરવલ્લી
અરવલ્લીના મોડાસાના અંદાપૂરમાં ગ્રામજનોએ મીડ ડે મીલમાં સ્થાનિક સંચાલકની ભરતી ન કરાતા શિક્ષણ કાર્યનો બહિષ્કાર કર્યો હતો. અંદાપૂર પ્રાથમિક શાળામાં ગામ બહારના મિડ ડે મિલ સંચાલકની નિમણૂક કરાતા ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો હતો.
જેને લઇ ગ્રામજનોએ વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે શાળામાં ન મોકલી શિક્ષણ કાર્યનો બહિષ્કાર કરવામાં આવ્યો અને પ્રાથમિક શાળા આગળ બેસી ગામના સ્થાનિક મધ્યાન ભોજન ઓર્ગેનાઇઝરની નિમણૂક કરવાની માંગ કરી છે.

ગ્રામજનો દ્વારા બાળકોને શાળાએ ન મોકલી અચોક્કસ મુદત માટે શિક્ષણ કાર્યનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. તો આ મામલે મોડાસાના મામલતદારે જણાવ્યું હતુ કે અમે યોગ્ય તપાસ કરી ગ્રામજનોને અન્યાય ન થાય તેવા પગલા ભરવાનું આશ્વાશન આપ્યુ છે.
