Surat News: સુરતમાં અબ્રામા ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટમાં એમ્પાયરિંગ કરતી વખતે સીઝન બોલ છાતીમાં વાગતા યુવકનું મોત થયું હતું. સુરત પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મળતી વિગતો અનુસાર સુરતનાં ઓલપાડનાં બરબોધનનાં વતની અને જહાંગીરપુરામાં રહેતા 25 વર્ષનો પાર્થ નામની પીટી શિક્ષકનું બોલ વાગતા મોત થયું હતું. રવિવારે મૃતક અબ્રામાના વીડી દેસાઈ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં અમ્પાયરિંગ કરી રહ્યો હતો ત્યારે તેની છાતી પર સીઝન બોલ વાગતાં તે બેભાન થઈ ગયો. જ્યારે મૃતક બેભાન થઈ ગયો ત્યારે તેને CPR આપવામાં આવ્યું હતું. પરંતુ તેઓ ભાનમાં ન આવ્યા અને તાત્કાલિક સારવાર માટે રંગોલી ચોકડી પાસેની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પીટી શિક્ષકનું હેમરેજનાં કારણે મોત થયાનું સામે આવ્યું છે.
CPR ક્યારે આપવામાં આવે છે?
જ્યારે કોઈ વ્યક્તિ પ્રતિભાવ ન આપી રહી હોય, સામાન્ય રીતે શ્વાસ ન લઈ રહી હોય, અથવા તેના હૃદયના ધબકારા બંધ હોય ત્યારે CPR જરૂરી છે. આ વિવિધ પરિસ્થિતિઓમાં થઈ શકે છે, જેમાં હાર્ટ એટેક, ડૂબી જવાની નજીક અથવા ઇલેક્ટ્રિક આંચકોનો સમાવેશ થાય છે. CPR મગજ અને અન્ય મહત્વપૂર્ણ અવયવોમાં લોહી અને ઓક્સિજનનો પ્રવાહ જાળવી રાખવામાં મદદ કરે છે જ્યાં સુધી કટોકટી સેવાઓ અદ્યતન તબીબી સંભાળ પૂરી પાડી શકે નહીં. મૂળભૂત CPR પણ વ્યક્તિના બચવાની શક્યતાઓમાં નોંધપાત્ર સુધારો કરી શકે છે.
આ પણ વાંચો:મેચની વચ્ચે જ તમિમ ઇકબાલને આવ્યો હાર્ટ એટેક, કરાયો દાખલ
આ પણ વાંચો:ગુજરાતમાં વધુ એક પોલીસ અધિકારીનું થયું હાર્ટ એટેકથી નિધન
આ પણ વાંચો:દ્વારકાના જામખંભાળીયામાં હાર્ટ એટેકથી 2ના મોત નિપજ્યા
