Dwarka News/ દ્વારકાના જામખંભાળીયામાં હાર્ટ એટેકથી 2ના મોત નિપજ્યા

આ મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

Top Stories Gujarat Others Breaking News

Dwarka News:  રાજ્યમાં હ્રદય રોગ (Heart Attack)ના હુમલાથી લોકોના મોત થઈ રહ્યાં છે. કોરોના કાળ (Corona) બાદ બાળકો (Childrens) થી લઈ વૃદ્ધો સુધીના સૌ કોઈ હાર્ટ એટેકના શિકાર બનવા લાગ્યા છે. હાર્ટ એટેકથી થતા મોતને કારણે પરિવાર તૂટી રહ્યો છે. ત્યારે દ્વારકા(Dwarka)ના જામખંભાળીયામાં હાર્ટ એટેકથી 2ના મોત નિપજ્યા છે. ટીંબડી ગામે 40 વર્ષીય વ્યક્તિનું મોત નિપજ્યું છે. સામત કરમુર નામના 52 વર્ષીય આધેડનું પણ હાર્ટ એટેકથી મોત થયું છે. હાર્ટ એટેકના બનાવો વધતા લોકો ચિંતિત થયા છે.

સુરતમાં (Surat) વધુ એક યુવાનનું હાર્ટ અટેકથી મોત નિપજ્યું છે. સુરતમાં 30 વર્ષીય ફેશન ડિઝાઈનર યુવક રાતે સૂતા બાદ સવારે ઉઠ્યો હતો અને એકાએક નીચે ઢળી પડ્યો હતો. બાદમાં યુવકને ત્વરિત સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું.

આ મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. થોડા દિવસો અગાઉ જ રાજકોટ (Rajkot)માં જ 5 વ્યક્તિઓના મોત થયા હતા. આસ્થા સોસાયટીમાં રહેતા 35 વર્ષીય સૂર્યદીપસિંહ જાડેજાનું મોત નિપજ્યું હતું. તો મયણીનગરમાં રહેતા 46 વર્ષીય મહેન્દ્ર ચૌહાણ અચાનક ઢળી પડતા બેહોશ થઈ ગયા હતા. બાદમાં હોસ્પિટલ લઈ જતા તેમનું મોત હાર્ટ એટેકથી થયું હતું. તો બાબરીયા લોકોનીમાં રહેતા 51 વર્ષના હંસાબા જાડેજાને હ્રદયરોગનો હુનલો આવ્યો હતો. બદામાં હોસ્પિટલમાં લઈ જતાં તબીબો (Doctors)એ તેમને મૃત જાહેર કર્યા હતા. તેમજ રાજકોટ જેલમાં અંજારના 55 વર્ષીય કેદી હરી લોચાણીને છાતીમાં દુખાવો ઉપડતા મોત નિપજ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આ બોડી બિલ્ડરનું 19 વર્ષની વયે હાર્ટ એટેકથી મોત

આ પણ વાંચો:સુરતમાં 30 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થતાં પરિવારમાં શોકનો માહોલ

આ પણ વાંચો:ડાકોરના મેળામાં SRP જવાનનું હાર્ટ એટેકથી મોત