Surat News: સુરત(Surat)ના ઉદ્યોગકાર પાસેથી રૂપિયા 5 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. જેમાં ખંડણી પેટે રૂપિયા 45 લાખ બળજબરીપૂર્વક પડાવી લીધા હતા, ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) બે આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી કરી છે.
સુરતમાં ફેક્ટરી ચલાવતા ઉદ્યોગકાર પાસેથી 5 કરોડ રૂપિયાની ખંડણી માંગતા ચકચાર મચી ગઈ હતી. કેમિકલયુક્ત (Chemical Water) પાણી છોડતાં હોવાની આરોપીઓ સતત ધમકી આપતા હતા તેમ જાણવા મળ્યું હતું. જેમાં GPCB વિભાગમાં પુરાવા રજૂ કરવાની પણ ધમકી આપી હતી. GPCB તરફથી ક્લોઝર અપાવીશું કહી ડર બતાવતા હતા, વધુમાં ખોટા કેસમાં ફસાવી જેલ ભેગા કરવાની ધમકી પણ આપી હતી.

જેથી ઉદ્યોગકારે ક્રાઈમ બ્રાન્ચને ફરિયાદ કરી હતી. જેમાં આરોપીઓએ ખંડણી પેટે રૂપિયા 45 લાખ બળજબરીપૂર્વક પડાવી લીધા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપી અજય ત્રિવેદી અને તેજશ પાટીલનું નામ સામે આવ્યું છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ઉદ્યોગકારની બે કંપની પેટે ખંડણી માંગી હતી.
આ પણ વાંચો: આગામી સમયમાં 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ, માવઠું ફરી આવી શકે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં માવઠું, જાણો ક્યારે કમોસમી વરસાદ પડશે
આ પણ વાંચો: ગુજરાતમાં અનિયમિત બનતો વરસાદ અને નિયમિત થતું માવઠું
