Gujarat Weather forecast/ આગામી સમયમાં 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ, માવઠું ફરી આવી શકે છે.

આગામી સમયમાં 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેથી આગામી સમયમાં માવઠું ફરી આવી શકે છે. બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાતાં, બંગાળ ઉપ સાગર અને અરબી સમુદ્રના ભેજ સજાતા મહારાષ્ટ્રના ભાગો, ગોવા નજીકના ભાગોમાં કમોસમી વરસાદ આવવાની શક્યતાઓ છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Weather Forecast News : હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ગુજરાત તરફ આવી રહેલી સંભવિત આવનારી સિસ્ટમ નબળી પડી છે. જેથી હાલ રાજ્ય ઉપરથી માવઠાનું સંકટ ટળ્યું છે. જેથી આગામી સમયમાં સિસ્ટમ નબળી પડતા હવે માવઠાથી ખેડૂતોને રાહત મળશે. પરંતું આગામી સમયમાં 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેથી આગામી સમયમાં માવઠું ફરી આવી શકે છે.

હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કહ્યું કે, ફેબ્રુઆરી માસની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાતાં, બંગાળ ઉપ સાગર અને અરબી સમુદ્રના ભેજ સજાતા મહારાષ્ટ્રના ભાગો, ગોવા નજીકના ભાગોમાં કમોસમી વરસાદ આવવાની શક્યતાઓ છે. એક સંકટ ટળ્યું, તો બીજું સંકટ માથે જ ઉભું છે.  તા. 2 અને 3 ફેબ્રુઆરીનાં રોજ માવઠાની આગાહી વ્યક્ત કરી છે. તેમજ આગામી સમયમાં 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની પણ શક્યતાઓ છે.

અંબાલાલ પટેલે કહ્યું કે બીજી ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં ફરી પાછી ઠંડી આવશે. આ સમયગાળા દરમિયાન રાજ્યના ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડી શકે છે. વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે હવામાનમાં મોટો પલટો આવશે. ખેડૂતો માટે આ સમયગાળો સાવચેતી રૂપ હોવાની આગાહી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં 5 mm થી લઈને 1 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે.

ફરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જોખમ તોળાઈ રહ્યું છે. હાલમાં અફઘાનિસ્તાન નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈને સાઈક્લોનિક સર્ક્યુલેનશનમાં ફેરવાઈ ગયું છે. આ સાથે જ વધુ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાંથી પસાર થઈ રહ્યા છે. જેની અસર અમદાવાદ સહિત રાજ્યમાં જોવા મળી શકે છે. અમદાવાદમાં હવે ઠંડી વધી શકે છે. આ ઉપરાંત જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પણ ચોંકાવનારી છે. આ ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠા, અરવલ્લીના ભાગો, પંચમહાલના ભાગોમાં કમોસમી વરસાદ અથવા ઝાપટા પડશે. મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ આવશે. જોકે, લા-નીનોની અસર બાબતમાં કેટલાક તજજ્ઞોના મનમાં અવઢવ છે. તેની અસરના કારણે બંગાળ ઉપસાગર સર્કિય રહેશે અને 15 ફેબ્રુઆરી સુધીમાં હવામાનમાં પલટા આવશે.

વર્ષ 2025ના ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારમાં માવઠા થાય એવી શક્યતાઓ છે. જેમાં ઉત્તર ભારતના પહાડી પ્રદેશોમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાત પર એક અસ્થિરતા સર્જાવા જઈ રહી છે. જેને કારણે રાજ્યના અનેક વિસ્તારમાં 3, 4 અને 5 ફેબ્રુઆરીના રોજ અલગ-અલગ વિસ્તારમાં માવઠું થાય એવી શક્યતાઓ રહેલી છે.

આ માવઠાની સૌથી વધુ તિવ્રતા સૌરાષ્ટ્ર અને મધ્ય-ઉત્તર ગુજરાતમાં જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતમાં વાવ, થરાદ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં માવઠું થઇ શકે છે. મધ્ય ગુજરાતમાં ગાંધીનગર અને અમદાવાદ 3, 4 તારીખે એકદમ સામાન્ય છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. આણંદ, નડિયાદ, ખેડા અને વડોદરામાં 4 તારીખે મધ્યમથી ભારે ઝાપટું પડી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સ્ટ્રોંગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી સક્રિય, જાણો ક્યાં રાજ્યમાં કડકડતી ઠંડી અને ગાઢ ધુમ્મસ વચ્ચે ભારે વરસાદનું એલર્ટ

આ પણ વાંચો: નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ક્યારે થશે સક્રિય ? આ રાજ્યોમાં 19 જાન્યુઆરી સુધી વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ

આ પણ વાંચો: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, 11થી 13 મે દરમ્યાન કમોસમી વરસાદની આગાહી