New Delhi : દેશમાં ફરી એકવાર હવામાનમાં પલટો આવ્યો, જેના કારણે ગુરુવારે વહેલી સવારે દિલ્હી NCR સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થયો હતો. વરસાદથી ઠંડીમાં વધારો થશે અને ગાઢ ધુમ્મસ પણ પડશે. પંજાબ અને રાજસ્થાનની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સરક્યુલેશન છે, જેના કારણે વરસાદ પડી રહ્યો છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશનના રૂપમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પંજાબ અને તેને અડીને આવેલા પાકિસ્તાન પર સક્રિય છે, જ્યારે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સ્થિત છે. તેની અસરને કારણે મેદાની અને પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પૂર્વ રાજસ્થાનમાં વરસાદનું એલર્ટ રહેશે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડમાં વરસાદની સાથે હિમવર્ષા થશે. હિમાચલ પ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનમાં આજે પણ વરસાદની સંભાવના છે. 18 ફેબ્રુઆરીથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જે પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને અસર કરશે. આ કારણે નિકોબાર ટાપુઓ, તમિલનાડુ, પુડુચેરી, કેરળમાં 19 જાન્યુઆરી સુધી વરસાદની ચેતવણી ચાલુ રહેશે.
યુપી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને હિમાચલ પ્રદેશમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ ચાલુ રહેશે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 18 જાન્યુઆરી સુધી કડકડતી ઠંડી પડશે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં લઘુત્તમ તાપમાન માઈનસ છે. આગામી 4 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાન 2-4 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે, જ્યારે મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. પૂર્વ અને પશ્ચિમ ભારતમાં તાપમાન સ્થિર રહેશે.
આ પણ વાંચો: પૂર્વીય પવનોથી ઠંડી વધશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાદળો વરસશે, આ રાજ્યોમાં કોલ્ડવેવની ચેતવણી
આ પણ વાંચો: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, 11થી 13 મે દરમ્યાન કમોસમી વરસાદની આગાહી
આ પણ વાંચો: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના લીધે ગુજરાતમાં ગાત્રો ગાળતી ઠંડી