અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા મુજબ દસમી અને અગિયારમી એપ્રિલે માવઠુ પડી શકે છે. આમ ગુજરાતમાં વરસાદ અનિયમિત બની રહ્યો છે અને માવઠું નિયમિત થઈ રહ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના ત્રણ જિલ્લાઓમાં માવઠું પડશે. દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના છે. ઉપરાંત જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે. આમ ગુજરાતમાં કાળજાળ ગરમીની વચ્ચે વરસાદી વાદળો છવાયા છે. આમ ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદ ત્રાટકશે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં ગરમી પણ રહેશે અને વરસાદ પણ હશે. તેની સાથે પછી પ્રી-મોનસૂન એક્ટિવિટી પણ શરૂ થઈ જશે. આગામી પાંચ દિવસ ગરમીના પ્રકોપ પછી દસ અને અગિયારમી એપ્રિલે વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા પ્રિમોનસૂન એક્ટિવિટી જોવા મળશે.
જો કે એપ્રિલના ત્રીજા અઠવાડિયાથી ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાશે. એપ્રિલના 25માંથી 20 દિવસ તાપમાન ઊંચું રહેવાની સંભાવના છે. એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં ગરમીનો પારો 42 ડિગ્રીને વટાવી જશે. જ્યારે મેમાં ગરમી 43 ડિગ્રીની આસપાસ રહે તેવી સંભાવના છે. જો કે હાલ પણ રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત્ છે. મોટાભાગના શહેરોમાં તાપમાન 37 ડિગ્રીની આસપાસ છે.
અમદાવાદમાં ભારે ગરમીમાંથી લોકોને રાહત આપવા એએમસીએ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. તેમા રેડ અને ઓરેન્જ એલર્ટ વખતે અમુક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. ભારે ગરમીના દિવસોમાં કન્સ્ટ્રકશન સાઇટ બપોરે બારથી ચાર બંધ રાખવામાં આવશે. રેડ અને ઓરેન્જ એલર્ટ દરમિયાન અનેક સંસ્થાઓ છાશનું વિતરણ કરશે. સફાઇ કામદારોનો સમય બપોરના ત્રણના બદલે ચારનો રાખવામાં આવશે. તમામ બગીચાઓ રાત્રે અગિયાર વાગ્યા સુધી લોકો માટે ખુલ્લા રાખવામાં આવશે. અર્બન હેલ્થ સેન્ટરમાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા હશે. આ ઉપરાંત તેને સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે.
આ પણ વાંચો:કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહારો, કહ્યું, સરકારની નીતિઓનો ભોગ બની રહ્યા છે પરિવારો
આ પણ વાંચોઃ Bhavnagar-Truck accident/ભાવનગર નજીક ટ્રકે પલ્ટી ખાતા એકનું મોત
આ પણ વાંચોઃ Valsad/પ્રાથનામાં હાજરી ન આપતા વિદ્યાર્થીનીને બાથરૂમમાં બંધ કરી દીધી
આ પણ વાંચોઃ રાજકોટ/પાટીદારોએ પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં લગાવ્યા બેનરો, તો ચૂંટણી અધિકારીઓએ હટાવ્યા