Not Set/ ઉત્તરાયણની ઉજવણી બાદ પતંગરસિકો આજે વાસી ઉત્તરાયણની મજા માણશે

ગઈકાલે ઉત્તરાયણની ઉજવણી બાદ પતંગરસિકો આજે વાસી ઉત્તરાયણની મજા માણશે. ત્યારે આજે હવા પતંગરસિકોનો સાથ આપશે તેવી શક્યતા સેવાઈ રહી છે. ઉત્તરાયણનો બીજો દિવસ એટલે વાસી ઉત્તરાયણ. આ દિવસે પણ લોકો પતંગ ઉડાડવાની મજા લેશે. ખાસ કરીને રાજ્યનાં મહાનગરો જેવા કે અમદાવા, સુરત, વડોદરા અને રાજકોટમાં વાસી ઉત્તરાયણનું મહત્વ પણ ભારો ભાર જોવામાં આવે છે. […]

Ahmedabad Gujarat
ahd.JPG2 ઉત્તરાયણની ઉજવણી બાદ પતંગરસિકો આજે વાસી ઉત્તરાયણની મજા માણશે

ગઈકાલે ઉત્તરાયણની ઉજવણી બાદ પતંગરસિકો આજે વાસી ઉત્તરાયણની મજા માણશે. ત્યારે આજે હવા પતંગરસિકોનો સાથ આપશે તેવી શક્યતા સેવાઈ રહી છે. ઉત્તરાયણનો બીજો દિવસ એટલે વાસી ઉત્તરાયણ. આ દિવસે પણ લોકો પતંગ ઉડાડવાની મજા લેશે.

ખાસ કરીને રાજ્યનાં મહાનગરો જેવા કે અમદાવા, સુરત, વડોદરા અને રાજકોટમાં વાસી ઉત્તરાયણનું મહત્વ પણ ભારો ભાર જોવામાં આવે છે. અમદાવાદમાં તો વાસી ઉત્તરાયણનાં દિવસે પણ લોકો ધાબા પર જ જોવામાં આવે છે. ખાવા પીવાનાં શોખીન ગુજરાતીઓ વાસી ઉત્તરાયણનાં દિવસે પણ ઉત્તરાયણની જેમ જ પતંગ બાજી અને ખાનપાન ધાબા પર લેવાનું પસંદ કરે છે.

ગુજરાતમાં અમદાવાદ અને ખાસ કરીને અમદાવાદનો જુનો વિસ્તાર, કહો કે પોળ વિસ્તારમાં આજે પણ આકાશ રંગ બે રંગી પતંગો સાથે છલકાતું જોવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.