Not Set/ વિરાટ કોહલીએ માન્યું કે ઓસ્ટ્રેલિયન ટીમ સામે વાપસી કરવી પડકારજનક

ઓસ્ટ્રેલિયન ટીમ ભારત આવી ત્યારે દરેકને ખબર હતી કે આ ટીમ મજબૂત છે, પરંતુ તેણે ઘર આંગણાની પ્રથમ વનડે મેચમાં 256 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતને 10 વિકેટથી હરાવી સાબિત પણ કરી દીધું છે કે તે ખરેખર મજબૂત ટીમ છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પણ આ વાતમાં સંમત થયા છે અને કહ્યું છે કે આ […]

Uncategorized
ind aus.jpg1 વિરાટ કોહલીએ માન્યું કે ઓસ્ટ્રેલિયન ટીમ સામે વાપસી કરવી પડકારજનક

ઓસ્ટ્રેલિયન ટીમ ભારત આવી ત્યારે દરેકને ખબર હતી કે આ ટીમ મજબૂત છે, પરંતુ તેણે ઘર આંગણાની પ્રથમ વનડે મેચમાં 256 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતને 10 વિકેટથી હરાવી સાબિત પણ કરી દીધું છે કે તે ખરેખર મજબૂત ટીમ છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પણ આ વાતમાં સંમત થયા છે અને કહ્યું છે કે આ ટીમ ખૂબ જ મજબૂત છે અને તેની સામે પાછા ફરવું પડકારજનક છે. 

વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ વનડે મેચમાં ટોસ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચે ભારતને બેટિંગ માટે હાકલ કરી હતી. તેના બોલરોએ 49.1 ઓવરમાં યજમાનને 255 રનમાં આઉટ કરી દીધું હતું. આ લક્ષ્ય ઓસ્ટ્રેલિયાએ કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના પાર પાડી,  મેચ 10 વિકેટે જીતી લીધી હતી. ડેવિડ વોર્નરે અણનમ 128 અને કેપ્ટન ફિંચે અણનમ 110 રન બનાવ્યા. 

મેચ બાદ કોહલીએ કહ્યું, ‘તેણે રમતના ત્રણેય વિભાગમાં અમને બોલ્ડ કરી દીધો. આ એક ખૂબ જ મજબૂત ઓસ્ટ્રેલિયન ટીમ છે અને જો તમે તેમની સામે સારો દેખાવ નહીં કરો તો તે તમને નુકસાન પહોંચાડશે. અમે તેના બોલરોનું સન્માન કર્યું અને મેચને અમારી તરફેણમાં લઇ શક્યા નહીં. અમારા માટે બીજો પડકાર અહીંથી પાછા આવવાનો(વાપસી કરવાનો) રહેશે. ”

ભારત તરફથી શિખર ધવન 74 અને લોકેશ રાહુલે 47 રન ફટકાર્યા હતા ,પરંતુ મધ્યમ ક્રમ ફરી એક વાર સંપૂર્ણ નિષ્ફળ ગયો રહ્યો હતો. મિડલ ઓર્ડર અંગે કોહલીએ કહ્યું, “યુવા મધ્યમ ક્રમના બેટ્સમેન માટે મહાન બોલરોની સામે પોતાની પ્રતિભા બતાવવાની અને મેચ-વિનિંગ ઇનિંગ્સ રમવાની તક છે.” આપને જણાવી દઇએ કે બીજી વનડે 17 જાન્યુઆરીએ રાજકોટમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.