Gujarat weather News: ગુજરાતમાં વિધિવત્ ચોમાસાનું આગમન થઈ ગયું છે. સાઇક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સક્રિય થયું છે, જેને પગલે હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરી છે.
શુક્રવારે સુરત, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, નવસારી, વલસાડ સહિતના જિલ્લામાં કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. રાજકોટના સિવિલ હોસ્પિટલ ચોક પાસે, માધાપર ચોકડી નજીક વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં બોપલ, વસ્ત્રાપુર, એસજી હાઇવે, ગોતા, ન્યુ રાણીપ, જગતપુર, ચાંદખેડા, શિવરજંની, સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં વરસાદ પડયો હતો. 24 કલાકમાં ગુજરાત રાજ્યના 15 તાલુકામાં હળવો વરસાદ વરસ્યો હતો. હળવા વરસાદથી ઠેર ઠેર ઠંડક પ્રસરી જવા પામી છે.
આ પણ વાંચો: સુરતમાં સ્કૂલવાન ચાલકો વિરૂદ્ધ RTOની લાલ આંખ
આ પણ વાંચો: વાવ બેઠક: કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા કોને ટિકિટ આપશે? ‘આ’ નેતાઓ સૌથી આગળ
આ પણ વાંચો: ડાંગમાં ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી, બાળકોની સુરક્ષા પ્રથમ