Bhavnagar News/ રક્ષક જ ભક્ષક! પશુપાલકને બેરહેમીથી માર મારવા મામલે PSI સહિત 4 પોલીસકર્મીઓ સામે ફરિયાદ

Bhavnagarના મોટા ખુંટવડામાં પશુઓ સાઈડમાં લેવા જેવી નજીવી બાબતે PSI યાદવ સહિત 4 પોલીસકર્મીઓએ પશુપાલક યુવકને બેરહેમીથી માર માર્યો. માથામાં ટાંકા આવતા યુવકે પોલીસ દાદાગીરી વિરુદ્ધ નોંધાવી ફરિયાદ.

Top Stories Gujarat Others
Bhavnagar

Bhavnagar News: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટાખુંટવડા ગામે પોલીસ અને પશુપાલક વચ્ચે થયેલો વિવાદ હવે પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો છે. રસ્તા પર પશુઓ હંકારવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ પોલીસ દાદાગીરીના આક્ષેપો સાથે પશુપાલક યુવકે PSI સહિત 4 પોલીસકર્મીઓ સામે ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.

Bhavnagar : શું છે સમગ્ર વિવાદ?

ઘટના 21 જાન્યુઆરીની સાંજે બની હતી. મોટા ખુંટવડાના પશુપાલક ભાવેશ રાઘવભાઈ ચોસલા પોતાની વાડીએથી ભેંસો લઈને ઘરે જઈ રહ્યા હતા. રોજકી નદીના સાંકડા નાળા પાસે ભેંસો સાઈડમાં લેવા બાબતે ખુંટવડા પોલીસ મથકના PSI યાદવ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

Bhavnagar

પશુપાલકનો આક્ષેપ: “માથામાં લાકડી ફટકારી, વાળ ખેંચ્યા”

ઈજાગ્રસ્ત પશુપાલક ભાવેશના જણાવ્યા અનુસાર, રસ્તો સાંકડો હોવા છતાં PSI ઉશ્કેરાઈ ગયા હતા અને તેને લાફા ઝીંક્યા હતા. ફરિયાદમાં એવો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે GRD જવાન નાગજીએ યુવકની જ લાકડી આંચકીને તેના માથામાં ફટકારી દીધી હતી, જેના કારણે યુવક લોહીલુહાણ થઈ ગયો હતો. આટલું જ નહીં, ત્યારબાદ 112ની ગાડીના સ્ટાફ અને કોન્સ્ટેબલ જાડેજા દ્વારા પણ તેને ગાડીમાં બેસાડીને વાળ ખેંચી, ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. હાલમાં આ ઈજાગ્રસ્ત યુવક ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Bhavnagar

સામે પક્ષે પોલીસનો આક્ષેપ: “અમારા પર હુમલો થયો”

જોકે, આ મામલે સિક્કાની બીજી બાજુ એ છે કે PSI રાજેશ યાદવે અગાઉ પશુપાલક ભાવેશ વિરુદ્ધ ફરજમાં રુકાવટ અને હુમલાની વળતી ફરિયાદ પણ નોંધાવી હતી. પોલીસના વર્ઝન મુજબ, રસ્તા પર વારંવાર હોર્ન વગાડવા છતાં પશુપાલકે સાઈડ આપી નહોતી અને જ્યારે PSI તેને સમજાવવા ગયા ત્યારે તે ઉશ્કેરાઈ ગયો હતો અને PSI તથા GRD જવાન પર લાકડી વડે હુમલો કર્યો હતો.

કોની સામે ફરિયાદ નોંધાઈ?

પશુપાલકની ફરિયાદને ગંભીરતાથી લઈને ખુંટવડા પોલીસે PSI રાજેશ યાદવ, જસકુ કામળીયા, GRD જવાન નાગજી અને કોન્સ્ટેબલ જાડેજા વિરુદ્ધ BNS ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.


આ પણ વાંચો : અમરેલીના કોલેજના નિયામકે વિદ્યાર્થીનીઓની છેડતી કરતાં જેનીબેન ઠુમ્મર લાલઘૂમ

આ પણ વાંચો : ઇન્દોર શહેરમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમની બે મહિલા ખેલાડીઓ છેડતીનો ભોગ બની

આ પણ વાંચો : સ્પેશિયલ ક્લાસના બહાને કોલેજ પ્રોફેસરએ વિદ્યાર્થીને બોલાવી, વિદ્યાર્થીની સાથે છેડતીનો આરોપ