Gujarat News/ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે દાહોદ, આણંદ અને જૂનાગઢમાં નવા સંગઠનની જાહેરાત

Gujarat BJP: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપે સંગઠન મજબૂત કર્યું. દાહોદ, આણંદ અને જૂનાગઢ મહાનગર માટે નવા હોદ્દેદારોની યાદી જાહેર કરવામાં આવી છે.

Top Stories Ahmedabad Gujarat
Gujarat BJP

Gujarat BJP New Organization List:  ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ સંગઠન સ્તરે મોટા ફેરફારો શરૂ કર્યા છે. પ્રદેશ પ્રમુખના માર્ગદર્શન હેઠળ ભાજપે પ્રથમ તબક્કાની યાદી જાહેર કરી છે, જેમાં ત્રણ મહત્વના વિસ્તારોમાં નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે.

Gujarat BJP

કયા વિસ્તારોમાં નવા હોદ્દેદારો નિમાયા?

ભાજપ દ્વારા સંગઠનને મજબૂત બનાવવાના હેતુથી સૌપ્રથમ દાહોદ જિલ્લો, આણંદ જિલ્લો અને જૂનાગઢ મહાનગરની ટીમો જાહેર કરવામાં આવી છે. આ નવી નિમણૂકોમાં જૂના અને અનુભવી કાર્યકરોની સાથે નવા ચહેરાઓને પણ સ્થાન આપીને સોશિયલ એન્જિનિયરિંગ સાધવાનો સચોટ પ્રયાસ કરવામાં આવ્યો છે.

Gujarat BJP : ચૂંટણી જીતવા માસ્ટર પ્લાન

રાષ્ટ્રીય અને પ્રદેશ કક્ષાના સંગઠનમાં ફેરફાર કર્યા બાદ હવે ભાજપ જિલ્લા અને મહાનગર સ્તરે સક્રિય થયું છે. આ કવાયત પાછળનું મુખ્ય કારણ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે. ભાજપનો ઉદ્દેશ્ય છે કે ચૂંટણીના પડઘમ વાગે તે પહેલા જ સંગઠન સંપૂર્ણ રીતે સજ્જ થઈ જાય જેથી વિરોધ પક્ષો સામે મજબૂતીથી લડી શકાય.

તબક્કાવાર થશે અન્ય જાહેરાતો

ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યારે માત્ર ત્રણ સંગઠનોની યાદી બહાર પાડવામાં આવી છે. આગામી દિવસોમાં બાકી રહેલા જિલ્લાઓ અને મહાનગરોના પ્રમુખો અને ટીમોની જાહેરાત પણ તબક્કાવાર કરવામાં આવશે. આ ફેરફારોમાં પક્ષ પ્રત્યેની વફાદારી અને સ્થાનિક સ્તરે પકડ ધરાવતા નેતાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

Gujarat BJP

Gujarat BJP

Gujarat BJP

Gujarat BJP

Gujarat BJP

Gujarat BJP

Gujarat BJP

Gujarat BJP

Gujarat BJP

Gujarat BJP


આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં ભાજપની ભવ્ય જીત, કર્ણાવતીમાં ઢોલ-નગારા સાથે ઉજવણી

આ પણ વાંચોઃ ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીનું શિડ્યુલ જાહેર, ગુજરાતના 30 દિગ્ગજ નેતાઓ જશે દિલ્હી!

આ પણ વાંચોઃ ભાજપમાં નબીન પ્રયોગ પછી સંગઠનમાં થશે તળિયાઝાટક ફેરફાર