Not Set/ આ કારણથી 31 વર્ષીય યુવાને ફાંસો ખાઈ કરી આત્મહત્યા…

સિદ્ધપુર શહેર ની અશોક સિનેમા પાસે આવેલ મંગલદીપ સોસાયટીમાં એક યુવાને પોતાને નોકરી ન મળતા હતાશ થઈને પોતાના ઘરના મેળા ઉપર છત પર રસ્તો બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા

Gujarat Others

@પ્રવીણ દરજી, પાટણ 

સિદ્ધપુર શહેર ની અશોક સિનેમા પાસે આવેલ મંગલદીપ સોસાયટીમાં એક યુવાને પોતાને નોકરી ન મળતા હતાશ થઈને પોતાના ઘરના મેળા ઉપર છત પર રસ્તો બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સિદ્ધપુરમાં ચકચાર મચી જવા પામી હતી. આ અંગે સિદ્ધપુર પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સિધ્ધપુર અશોક સિનેમા પાસે આવે મંગલદીપ સોસાયટીમાં રહેતા વાઘેલા મહેશભાઈ ગલાભાઈ જેઓ ટેલીફોન એક્શન માંથી નિવૃત્ત થયા હતા. તેઓને ત્રણ સંતાનો પૈકી સૌથી મોટો પુત્ર વાઘેલા ચિરાગ જેને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગની ડિગ્રી કરી હતી અને છેલ્લા કેટલાક સમયથી નોકરીની શોધમાં હતો.

તો બીજી તરફ પરિવારની પણ આર્થિક પરિસ્થિતિ દિન પ્રતિદિન કથળતી જતી હતી પરંતુ તેમ છતાં ચિરાગને નોકરી ન મળતા તે હતાશ થઈ ગયો હતો. જેથી લાગી આવતા ગુરુવારની સાંજે પોતાના ઘર ના મેડા ઉપર રૂમમાં છત પર રસ્તો બાંધી આત્મહત્યા કરી લીધી હતી. જોકે આ અંગે તેના પરિવારજનોને જાણ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો અને આ અંગે સિધ્ધપુર પોલીસને જાણ કરતા સિદ્ધપુર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી મૃતકની લાશનું પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.