Gujarat Weather Update: ગુજરાતમાં હવે ચોમાસાની વિદાયની પ્રક્રિયા ધીમે-ધીમે આગળ વધી રહી છે. રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટવાની સાથે અનેક શહેરોમાં ગરમી અને ઉકળાટનો અનુભવ વધી રહ્યો છે.
છેલ્લા કેટલાક દિવસથી મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 35 ડિગ્રીની આસપાસ અથવા તેનાથી વધુ નોંધાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ તાપમાન ઊંચું રહી શકે છે.
આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા
26 સપ્ટેમ્બર 2026ના રોજ પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપીના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પણ પડી શકે છે.
બીજી તરફ અમદાવાદ, ગાંધીનગર, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આજે વરસાદની શક્યતા ઓછી છે અને વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેવાની આગાહી છે.

27થી 30 સપ્ટેમ્બર સુધી ક્યાં વરસાદ?
27થી 30 સપ્ટેમ્બર દરમિયાન પણ મુખ્યત્વે દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થઈ શકે છે.
પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ સમયગાળામાં અમદાવાદ, ગાંધીનગર, સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના અન્ય જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે.
1 ઓક્ટોબરે પણ મોટાભાગે સૂકું વાતાવરણ
1 ઓક્ટોબરે સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપીના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં (Gujarat Weather) પડી શકે છે.
જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને આણંદ સહિતના વિસ્તારોમાં વરસાદની (Gujarat Weather) શક્યતા નથી.
ચોમાસાની વિદાય સાથે ગરમી વધશે
હવામાન મોડલ મુજબ 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાંથી ચોમાસું (Gujarat Weather) વધુ આગળ વિદાય લઈ શકે છે. તેના કારણે ગરમી અને બફારામાં વધારો થઈ શકે છે.
આ સમયગાળામાં મહત્તમ તાપમાન 30થી 36 ડિગ્રી અથવા તેનાથી વધુ રહી શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાન 24થી 26 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.

અમદાવાદ સહિત મોટા શહેરોમાં તાપમાન
અમદાવાદમાં આજે આંશિક વાદળછાયું વાતાવરણ સાથે મહત્તમ 36 અને લઘુત્તમ 26 ડિગ્રી તાપમાન રહી શકે છે.
રાજકોટમાં મહત્તમ 36 અને લઘુત્તમ 24 ડિગ્રી, સુરતમાં મહત્તમ 32 અને લઘુત્તમ 26 ડિગ્રી, જ્યારે વડોદરામાં મહત્તમ 34 અને લઘુત્તમ 25 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી છે.
આ પણ વાંચો:ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 93 તાલુકામાં વરસાદ; મહુવામાં 4 ઇંચથી વધુ ખાબક્યો
આ પણ વાંચો:ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત, સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ચોમાસું પાછું ખેંચાવાની શક્યતા
આ પણ વાંચો:ગુજરાતમાં ફરી મેઘમહેરનો રાઉન્ડ, 10 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
