India Weather Update: દેશના અનેક રાજ્યોમાં ફરી એકવાર વરસાદી માહોલ બન્યો છે. દક્ષિણ છત્તીસગઢ અને આસપાસના દક્ષિણ આંતરિક ઓડિશા વિસ્તારમાં સર્જાયેલા ડિપ્રેશનની અસરથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગે 26 સપ્ટેમ્બરે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ સહિત 11 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડા અંગે એલર્ટ જાહેર કર્યું છે.
કેટલાક વિસ્તારોમાં 50થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

11 રાજ્યોમાં વરસાદની આગાહી
હવામાન વિભાગ મુજબ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, હરિયાણા અને દિલ્હીમાં વિવિધ સ્થળોએ હળવાથી ભારે વરસાદ થઈ શકે છે.
વરસાદ દરમિયાન ગાજવીજ અને તેજ પવનની પણ શક્યતા છે.
ડિપ્રેશન આગામી 12 કલાક સુધી પોતાની તીવ્રતા જાળવી રાખી શકે છે, ત્યારબાદ તેની અસર ધીમે ધીમે ઘટીને તે લો-પ્રેશર વિસ્તારમાં પરિવર્તિત થવાની શક્યતા છે.
દિલ્હીમાં વરસાદ સાથે તેજ પવન
26 સપ્ટેમ્બરે દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ગાજવીજ સાથે વીજળી પડવાની શક્યતા પણ છે.
30થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 27 અને 28 સપ્ટેમ્બરે પણ વરસાદી(India Weather) માહોલ રહેવાની આગાહી છે.

ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ
ઉત્તર પ્રદેશમાં આજે પૂર્વી અને પશ્ચિમી બંને વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. લખનઉ, કાનપુર, ઉન્નાવ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની અસર જોવા મળી શકે છે.
બાંદા, ચિત્રકૂટ, પ્રયાગરાજ, ફતેહપુર, અયોધ્યા, ગોંડા, લખનઉ, બારાબંકી, બિજનૌર, મુરાદાબાદ સહિતના વિસ્તારો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
કેટલાક વોટરશેડ વિસ્તારોમાં અચાનક પૂરનું જોખમ રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખીને રાહત અને બચાવ એજન્સીઓને તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે.
બિહાર અને ઉત્તરાખંડમાં પણ વરસાદ
બિહારમાં 26 સપ્ટેમ્બરે ગાજવીજ સાથે વરસાદ(India Weather) અને આશરે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની શક્યતા છે. રાજ્યમાં 1 ઓક્ટોબર સુધી વરસાદી માહોલ રહી શકે છે.
ઉત્તરાખંડના દેહરાદૂન, પિથોરાગઢ અને નૈનીતાલ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની(India Weather) આગાહી છે. અહીં 28 સપ્ટેમ્બર સુધી વરસાદની અસર રહેવાની શક્યતા છે.
The Depression over south Chhattisgarh and adjoining south interior Odisha moved north-northwestwards with a speed of 13 kmph during past 06 hours and lay centered at 1730 hrs IST of today, the 25th September 2026 over north Chhattisgarh, near latitude 22.0°N and longitude… pic.twitter.com/ndXqN7wnlU
— India Meteorological Department (@Indiametdept) September 25, 2026
MP અને ઝારખંડમાં પણ એલર્ટ
પૂર્વી મધ્ય પ્રદેશમાં 26 સપ્ટેમ્બરે કેટલાક સ્થળોએ અતિભારે વરસાદ(India Weather) થઈ શકે છે. જ્યારે ઝારખંડના લોહરદગા, લાતેહાર, ગુમલા અને સિમડેગા માટે ભારે વરસાદનું(India Weather) ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
કેટલાક વિસ્તારોમાં અચાનક પૂરનું જોખમ પણ દર્શાવવામાં આવ્યું છે.
26 સપ્ટેમ્બરના મુખ્ય શહેરોના તાપમાન
| શહેર | મહત્તમ | લઘુત્તમ |
| દિલ્હી | 32°C | 23°C |
| મુંબઈ | 32°C | 27°C |
| ચેન્નાઈ | 34°C | 27°C |
| કોલકાતા | 32°C | 26°C |
| લખનઉ | 24°C | 22°C |
| પટણા | 28°C | 25°C |
| રાંચી | 26°C | 22°C |
| ભોપાલ | 29°C | 22°C |
| જયપુર | 33°C | 23°C |
| શિમલા | 23°C | 15°C |
| નૈનીતાલ | 17°C | 16°C |
આ પણ વાંચો:દેશના 15 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, 85 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
આ પણ વાંચો:દેશમાં ફરી વરસાદી માહોલ, 14 રાજ્યોમાં ભારે વરસાદ-આંધીનું એલર્ટ; ખેડૂતો માટે ખાસ ચેતવણી
આ પણ વાંચો:આજે દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 65 કિમીની ઝડપે પવનની આગાહી
