National News/ આજે દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 65 કિમીની ઝડપે પવનની આગાહી

Heavy Rain: IMD એ દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદ અને 65 કિમીની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી જારી કરી છે. દિલ્હી, યુપી, બિહાર અને રાજસ્થાન સહિત અનેક વિસ્તારોમાં એલર્ટ અપાયું છે.

NATIONAL Mumbai News Top Stories India
Heavy Rain

IMD Weather Forecast Update: દેશના અનેક વિસ્તારોમાં ચોમાસું ફરી સક્રિય બન્યું છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહારથી લઈને મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ સુધી વરસાદી માહોલ વચ્ચે ભારત હવામાન વિભાગ એટલે કે IMDએ 17 રાજ્યો માટે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 65 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતો અને માછીમારોને પણ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

17 રાજ્યોમાં વરસાદ અને તેજ પવનની આગાહી

14 સપ્ટેમ્બરના હવામાન પૂર્વાનુમાન મુજબ દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ગુજરાત, આસામ, તેલંગાણા અને કેરળમાં વરસાદની (Heavy Rain) શક્યતા છે. કેટલાક રાજ્યોમાં વરસાદની સાથે ગાજવીજ અને ભારે પવનની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજધાની દિલ્હીમાં 14 સપ્ટેમ્બરે ભારે વરસાદ સાથે પવન ફૂંકાવાની આગાહી છે. પવનની ઝડપ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન 32 અને લઘુત્તમ 26 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે.

ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ એલર્ટ

ઉત્તર પ્રદેશના અલીગઢ, આગ્રા, મેરઠ, મથુરા, મુરાદાબાદ, મિર્ઝાપુર, મહારાજગંજ, ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર અને પ્રતાપગઢ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી છે. અહીં પવનની ઝડપ 55 કિમી સુધી પહોંચી શકે છે. બિહારમાં અરરિયા, ગયા, ગોપાલગંજ, સમસ્તીપુર, સીઓવાન, સુપૌલ, સારણ, સહરસા, પૂર્ણિયા, મુંગેર, ભાગલપુર અને કિશનગંજ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. અહીં 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ તોફાની હવામાન

રાજસ્થાનના ભરતપુર, ભીલવાડા, બાડમેર, જયપુર, અલવર, કોટા, ઉદયપુર, જૈસલમેર સહિતના વિસ્તારોમાં વરસાદ (Heavy Rain) અને આંધીનું એલર્ટ છે. અહીં પવનની ઝડપ 65 કિમી સુધી પહોંચી શકે છે. મધ્ય પ્રદેશના બૈતૂલ, બાલાઘાટ, સિઓની, દમોહ, દેવાસ, વિદિશા, ઝાબુઆ, કટની, મંડલા અને રતલામ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. પવનની ઝડપ 60 કિમી સુધી રહેવાની શક્યતા છે.

પહાડી રાજ્યોમાં પણ ભારે વરસાદ

હિમાચલ પ્રદેશના બિલાસપુર, ઊના, કાંગડા, કિન્નૌર, હમીરપુર, ચંબા અને સોલનમાં ભારે વરસાદ(Heavy Rain) સાથે 50 કિમી સુધીના પવનની શક્યતા છે. ઉત્તરાખંડના ટિહરી ગઢવાલ, પૌડી ગઢવાલ, ઋષિકેશ, હરિદ્વાર, બાગેશ્વર, નૈનીતાલ, ઉત્તરકાશી અને ચંપાવતમાં પણ વરસાદ સાથે પવનનું એલર્ટ છે. IMDની ચેતવણીને ધ્યાનમાં રાખીને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સ્થાનિક હવામાન અપડેટ પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.


આ પણ વાંચો:11 સપ્ટેમ્બરે 25 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 75 કિમીની ઝડપે પવનની આગાહી

આ પણ વાંચો:El Ninoનો કહેર! ક્યાંક સૂકાની માર તો ક્યાંક અતિશય વરસાદ, ચોમાસાની વિચિત્ર સ્થિતિ

આ પણ વાંચો: દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું; 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 65 કિમીની ઝડપે પવન ફૂંકાશે