Entertainment News : વર્લ્ડ ફેમસ પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોસાંજે (Diljit Dosanjh)તેમના ફેન્સને મોટું સરપ્રાઈઝ આપ્યું છે. પોતાના વૈશ્વિક મ્યુઝિક શૉ ‘Aura World Tour’ હેઠળ લંડનના ઐતિહાસિક વેમ્બલી સ્ટેડિયમમાં પર્ફોર્મ કરતી વખતે દિલજીતે અમદાવાદમાં તેમના આગામી મેગા કોન્સર્ટની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.
Diljit Dosanjh : 21 નવેમ્બર 2026ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોન્સર્ટ
દિલજીતે લંડનથી વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એટલે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તેમના શોની વિગતો શેર કરી.વેમ્બલી સ્ટેડિયમમાં દિલજીતે બ્રિટીશ બેન્ડ કોલ્ડપ્લે (Coldplay) ને અમદાવાદમાં સોલ્ડ-આઉટ શો કરવા બદલ વધાઈ આપતાં કહ્યું, “ભારતમાં સૌથી મોટું સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે. ત્યાં ગોરા ગ્રુપ કોલ્ડપ્લેએ શો સેલ-આઉટ કર્યો. પણ ભારતમાં સ્ટેડિયમ હોય અને ત્યાં પંજાબી ન પહોંચે, એવું તો બને જ નહીં!”તેમણે સ્ટેજ પરથી જાહેરાત કરી કે તેઓ 21 નવેમ્બર 2026 ના રોજ નમો સ્ટેડિયમમાં પરફોર્મ કરશે.વર્ષ 2024 ના સફળ ‘Dil-Luminati India Tour’ પછી અમદાવાદમાં આ તેમનો સૌથી મોટો શો હશે. જોકે, ટિકિટના ભાવ અને બુકિંગ શરૂ થવાની તારીખો અંગેની વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
લંડનના વેમ્બલી સ્ટેડિયમમાં રચ્યો નવો ઈતિહાસ
આંતરરાષ્ટ્રીય સ્તરે પંજાબી મ્યુઝિકનો ડંકો વાગડનાર દિલજીતે લંડનમાં એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.વેમ્બલી સ્ટેડિયમમાં સોલો હેડલાઈનર તરીકે ક્રાઉડ સામે પરફોર્મ કરનારા તેઓ પ્રથમ પંજાબી આર્ટિસ્ટ બન્યા છે. તેમણે શોની શરૂઆત તેમના ટ્રેડમાર્ક ડાયલોગ “પંજાબી આ ગયા વેમ્બલી ઓય!” સાથે કરી હતી.
90 હજારથી વધુ દર્શકોની ક્ષમતા ધરાવતા સ્ટેડિયમમાં તેમણે 2 કલાકથી વધુ સમય સુધી ‘લવર’, ‘હસ હસ’, અને ‘બોર્ન ટુ શાઈન’ જેવા પોતાના સુપરહિટ ચાર્ટબસ્ટર ગીતો ગાઈને ચાહકોને ઝૂમાવ્યા હતા.શો દરમિયાન તેમણે સ્ટેજ પર ના નાના બાળકો અને વૃદ્ધ મહિલાઓ સહિતના ફેન્સને બોલાવી તેમની સાથે ખાસ વાતો કરી યાદગાર ક્ષણો બનાવી હતી.
આ પણ વાંચો :41 વર્ષની ઉંમરે બીજીવાર માતા બનશે માહિરા ખાન, બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો
આ પણ વાંચો :સિલ્વરસ્ટોનમાં અજિત કુમારને સપોર્ટ કરવા પહોંચ્યા વિજય-ત્રિશા, વીડિયો વાયરલ
આ પણ વાંચો :‘હનુમાન અંશ’ નો ધમાકો! અક્ષય-સૈફની ‘હૈવાન’ ફ્લોપ તરફ, કમાણી રૂ. 200 કરોડને પાર
