મુંબઇ,
હોલીવુડની સુપરહિટ ફિલ્મ સીરીઝ અવેંજર્સનો ત્રીજા પાર્ટ અવેંજર્સ ઈન્ફિનિટી વોર નિહાળ્યા બાદથી દર્શકો આના આગામી પાર્ટને લઈ ઉત્સુક છે. ત્રીજા ભાગમાં કેટલાક સુપરહિરોના મોત બાદ ફિલ્મરસીકો એ જાણવા ખૂબ જ આતુર છે કે આગામી અવેંજર્સ – 4માં ફિલ્મની વાર્તા કયો વળાંક લેશે. મોટાભાગના પ્રશંસકો એ વાતની પણ આશા રાખી રહ્યા છે કે આ પાર્ટમાં કેટલાક સુપરહિરોને જીવતા કરવામાં આવશે. અવેંજર્સના નવા ભાગને લઈને છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ પ્રકારના અહેવાલ સામે આવ્યા છે.
તેમજ સુત્રોનું કહેવુ છે કે, અવેંજર્સ-4નું ટ્રેલર ચાલુ વર્ષે નવેમ્બરના અંત સુધીમાં રીલીઝ કરવામાં આવી શકે છે. તેમજ તેના ટાઈટલની પણ છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. સુત્રોનું કહેવુ છે કે, આ ચોથા ભાગનું નામ અવેંજર્સ અન્નહિલેશન રાખવામાં આવી શકે છે. ફિલ્મ અવેંજર્સ-4ના ટ્રેલરના મ્યુઝિકને લઈને પણ કેટલાક અહેવાલ સામે આવ્યા છે.
સોશિયલ મીડિયા પર ચાલી રહેલ રીપોર્ટનું માનીએ તો આમાં ટ્વેલ્સ ટાઈટન્સનું સોન્ગ ડસ્ટ એન્ડ લાઈટનો ઉપયોગ કરવામાં આવી શકે છે. મહત્વનુ છે કે, આ ફિલ્મ મે 2019માં રીલીઝ કરવામાં આવી શકે છે.
