Rajkot News/ રાજકોટ મનપામા 51માં સ્થાપના દિને કોન્સર્ટમાં ઘર્ષણ, અમાલ મલિકે લોકોને શાંત રહેવા કરી અપીલ

રાજકોટ મહાનગરપાલિકાએ 51માં સ્થાપના દિવસ નિમિતે

Top Stories Gujarat Rajkot

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાએ (RMC) 51માં સ્થાપના દિવસ નિમિતે ડી.એચ.કોલેજ ગ્રાઉન્ડમાં મ્યુઝિક નાઈટનું (Music Night) આયોજન કર્યુ હતું. જેમાં ગાયક અમાલ મલિક, નીકિતા ગાંધીએ રાજકોટવાસીઓને પોતાના સંગીતથી મંત્રમુગ્ધ કર્યા હતા. પરંતુ કાર્યક્રમ દરમિયાન યુવકોનું એક ટોળું સ્ટેજ પર આવતા પોલીસે તેમને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ઘર્ષણ સર્જાતા અમાલ મલિકે લોકોને શાંત રહેવા અપીલ કરવી પડી હતી.

યુવકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું

કોલેજ ગ્રાઉન્ડમાં મોટો યુવાવર્ગ કાર્યક્રમમાં હાજર રહ્યો હતો. ગાયકોમા મધુર કંઠે લોકોએ બૉલિવૂડ સંગીતનો આનંદ માણ્યો હતો. ગાયક અમાલ મલિકે ગાયેલા ‘રોકે નાં રૂકે નૈના’ તેમજ ‘કૌન તુજે’ અને ‘બોલ દોનાં જરા’ સહિતનાં ગીતો લલકારતા યુવાઓ ઝૂમી ઉઠ્યા હતા. તો નિકિતા ગાંધીએ ‘એક તેરે પ્યારમે’ તેમજ ‘જુગનુ’ સહિતના ગીતો ગાઈને રાજકોટિયન્સોના દિલ જીતી લીધા હતા.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ ઉપસ્થિત રહ્યા

રાત્રે મ્યુઝિક નાઇટમાં પોલીસ અને ચાહકો વચ્ચે ઘર્ષણ થતા હંગામો મચ્યો હતો. સિંગર અમાન મલિકે માઈકમાં લોકોને ન્યૂસન્સ નહીં કરો, શાંતિથી બેસી જવા સ્ટેજ પરથી અપીલ કરવી પડી હતી. આ કાર્યક્રમમાં ભાગ લેનારાને ઈનામ આપવામાં આવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટના પડધરીમાં હજુ પણ આગ બેકાબૂ, પ્લાસ્ટિકની ફેક્ટરીમાં લાગેલી આગ 70 ટકા કાબૂમાં

આ પણ વાંચો:રાજકોટમાં પોલીસે 30 લાખનું સોનું પડાવી લીધાનો આક્ષેપ, જાણો શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો:રાજકોટ મ્યુનિ.માં ગાર્બેજ કલેકશનમાં 500 કરોડના કૌભાંડની આશંકા