Business News/ PF ધારકોની લાગી લોટરી! હવે UPI થી ઉપાડી શકાશે પૈસા, EPFO એ ક્લેમ સેટલમેન્ટના નિયમો બદલ્યા.

EPFO 3.0 અંતર્ગત PF ઉપાડવાના નિયમોમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. હવે કર્મચારીઓ UPI દ્વારા પૈસા ઉપાડી શકશે અને 5 લાખ સુધીના ક્લેમ ઓટોમેટિક સેટલ થશે. જાણો કેવી રીતે પીએફની પ્રક્રિયા સરળ બનશે.

Top Stories Trending Business
PF

EPFO New Updates: પીએફ (PF) ના પૈસા ઉપાડવા માટે હવે તમારે અઠવાડિયા સુધી રાહ જોવી નહીં પડે કે કંપનીના ચક્કર નહીં કાપવા પડે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં EPFO 3.0 લોન્ચ કરવા જઈ રહી છે, જે પીએફ સેટલમેન્ટની આખી પ્રક્રિયાને ડિજિટલ બનાવી દેશે. નવા ફેરફારો બાદ તમે ATM કે UPI દ્વારા પણ પીએફના પૈસા ઉપાડી શકશો અને ક્લેમ સેટલમેન્ટમાં થતો વિલંબ ભૂતકાળ બની જશે. જાણો આ નવા સિસ્ટમમાં કર્મચારીઓને કયા કયા મોટા ફાયદા મળશે.

EPFO 3.0 ના મુખ્ય આકર્ષણો અને ફેરફારો

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) પોતાની સિસ્ટમને બેન્કિંગ પ્લેટફોર્મ જેવી હાઈટેક બનાવવા જઈ રહ્યું છે:

નવા અપડેટ બાદ કર્મચારીઓ UPI દ્વારા PFના પૈસા ઉપાડી શકશે. આનાથી પૈસા સીધા અને ખૂબ જ ઝડપથી તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે. આ ઉપરાંત, ભવિષ્યમાં ATM જેવી સરળ સુવિધા પર પણ વિચારણા ચાલી રહી છે.

5 લાખ સુધીના ક્લેમ ઓટો-સેટલ થશે

સરકારે ઓટો સેટલમેન્ટની મર્યાદા વધારીને હવે 5 લાખ રૂપિયા કરી દીધી છે. આનો અર્થ એ કે મોટાભાગના ક્લેમ હવે કોઈપણ મેન્યુઅલ ચેકિંગ વગર સિસ્ટમ દ્વારા આપમેળે મંજૂર થઈ જશે, જેનાથી સમયની મોટી બચત થશે.

કંપની (નિયોક્તા) પર નિર્ભરતા ઘટશે

અત્યાર સુધી નોકરી બદલતી વખતે PF ટ્રાન્સફર કરવા માટે જૂની કંપનીની મંજૂરીની જરૂર પડતી હતી, જે ઘણીવાર વિલંબનું કારણ બનતું. હવે KYC અપડેટ હોય તેવા એકાઉન્ટ્સમાં ટ્રાન્સફરની પ્રક્રિયા ઓટોમેટિક થઈ જશે.

યુનિફાઇડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ

પેન્શનધારકો માટે પણ સારા સમાચાર છે. નવી સિસ્ટમ હેઠળ પેન્શનનું વિતરણ વધુ ઝડપી અને સમાન રીતે કરવામાં આવશે. પેન્શન મેળવવામાં થતી ટેકનિકલ ખામીઓ અને વહીવટી અડચણો દૂર કરવા માટે તમામ ઓફિસોમાં આ સિસ્ટમ લાગુ કરી દેવામાં આવી છે.

કર્મચારીઓ માટે શું બદલાશે?

ઈમરજન્સીમાં મદદ: મેડિકલ કે અન્ય ઈમરજન્સીમાં પૈસાની તાત્કાલિક જરૂર હોય ત્યારે UPI સુવિધા આશીર્વાદરૂપ સાબિત થશે.

નવી મોબાઈલ એપ: ક્લેમ ફાઈલ કરવા, ટ્રેક કરવા અને ઉપાડ માટે એક નવી આધુનિક એપ લોન્ચ કરવામાં આવશે, જેથી ઓફિસ જવાની જરૂર રહેશે નહીં.

પેપરવર્ક ખતમ: ડિજિટલ વેરિફિકેશનને કારણે ફિઝિકલ દસ્તાવેજોની માથાકૂટ ઓછી થઈ જશે.


આ પણ વાંચો:  કસ્ટમ ડ્યૂટીમાં છૂટછાટ છતાં પ્લાસ્ટિક અને ટેક્સટાઈલ કાચા માલના ભાવ આસમાને

આ પણ વાંચો:  ઈન્ટરનેટના વધારાના પૈસાથી મળશે છુટકારો, TRAI ના નવા નિયમથી કરોડો મોબાઈલ યુઝર્સને થશે મોટી બચત

આ પણ વાંચો: પશ્ચિમ એશિયાના યુદ્ધની અસર સોજતની મહેંદી પર, 250 કરોડનો મા