Business News/ ઈન્ટરનેટના વધારાના પૈસાથી મળશે છુટકારો, TRAI ના નવા નિયમથી કરોડો મોબાઈલ યુઝર્સને થશે મોટી બચત

TRAI મોબાઈલ યુઝર્સ માટે નવા સસ્તા પ્લાન લાવવાની તૈયારીમાં છે. હવે તમારે ઈન્ટરનેટ ડેટા વગરના માત્ર વોઈસ કોલ અને SMS વાળા પ્લાન મળશે, જેનાથી રિચાર્જ મોંઘું નહીં પડે. જાણો સંપૂર્ણ વિગત.

Trending Finance Business
TRAI

TRAI New Rule for Voice-Only Plans: જો તમે મોબાઈલનો ઉપયોગ માત્ર વાતચીત કરવા માટે કરો છો અને ઈન્ટરનેટનો ઉપયોગ નથી કરતા, તો તમારા માટે સારા સમાચાર છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એક નવો નિયમ લાવવાની તૈયારી કરી રહ્યું છે, જેના હેઠળ કંપનીઓએ હવે ડેટા વગરના, માત્ર વોઈસ કોલિંગ અને SMS સુવિધા વાળા પ્લાન રજૂ કરવા પડશે.

શા માટે લેવાયો આ નિર્ણય?

અત્યારે જિઓ (Jio), એરટેલ (Airtel) અને વીઆઈ (Vi) જેવી કંપનીઓ મોટાભાગે એવા પ્લાન આપે છે જેમાં ઈન્ટરનેટ ડેટા ફરજિયાત હોય છે. જે લોકો ઈન્ટરનેટ નથી વાપરતા (ખાસ કરીને વડીલો અને ફીચર ફોન યુઝર્સ), તેમને પણ મોંઘા ડેટા પ્લાન રિચાર્જ કરાવવા પડે છે. TRAI આ સિસ્ટમ બદલીને યુઝર્સના ખિસ્સા પરનો બોજ ઓછો કરવા માંગે છે.

TRAI ના નવા ડ્રાફ્ટની મુખ્ય વાતો:

ડેટા વગરના પ્લાન: કંપનીઓએ માત્ર વોઈસ કોલિંગ અને SMS વાળા અલગ પ્લાન આપવા પડશે.

દરેક વેલિડિટીમાં ઉપલબ્ધ: આ પ્લાન 1 મહિનો, 3 મહિના, 6 મહિના અને 1 વર્ષ સુધીની તમામ વેલિડિટીમાં મળશે.

સીધો ફાયદો: યુઝર્સને અનિચ્છનીય ડેટા માટે પૈસા ખર્ચવા નહીં પડે, જેનાથી રિચાર્જ ઘણું સસ્તું થઈ જશે.

TRAI

કોને થશે સૌથી વધુ ફાયદો?

વડીલો: જેઓ માત્ર ફેમિલી સાથે વાત કરવા ફોન રાખે છે.

ફીચર ફોન યુઝર્સ: જેમના ફોનમાં ઈન્ટરનેટની જરૂર નથી હોતી.

ગ્રામીણ વિસ્તારો: જ્યાં લોકો માત્ર વાતચીત માટે જ મોબાઈલ વાપરતા હોય છે.

ક્યારે લાગુ થશે આ નિયમ?

TRAI એ આ પ્રસ્તાવ પર લોકો અને કંપનીઓ પાસે 28 એપ્રિલ સુધી સૂચનો માંગ્યા છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં જ નવો નિયમ અમલી બનશે અને કંપનીઓએ સસ્તા ‘વોઈસ-ઓન્લી’ પ્લાન લોન્ચ કરવા પડશે.


આ પણ વાંચો:  કસ્ટમ ડ્યૂટીમાં છૂટછાટ છતાં પ્લાસ્ટિક અને ટેક્સટાઈલ કાચા માલના ભાવ આસમાને

આ પણ વાંચો: જોબ છોડતા જ મળશે સેલેરી, હવે 45 નહીં, ફક્ત 2 દિવસમાં પેમેન્ટ!

આ પણ વાંચો: પશ્ચિમ એશિયાના યુદ્ધની અસર સોજતની મહેંદી પર, 250 કરોડનો માલ બંદરો પર ફસાયો