Lifestyle/ લોટ અથવા તો મેંદો નહિં…બનાવો સોજીમાંથી આ ક્રિસ્પી ફરસાણ…મહિનાઓ સુધી ખરાબ નહિં થાય..!

આ ફરસાણ સ્વાદમાં તો લાજવાબ છે જ અને એ ફટાફટ બની પણ જાય છે. તો ચાલો જાણીએ, ‘નમક પારા’ (Namak Para)ને બનાવવાની વિધિ અંગે…

Trending Food Health & Fitness Lifestyle
Namak Para ,ક્રિસ્પી ,ફરસાણ, સક્કરપારા, વાનગી

Lifestyle: આજે અને તમારા માટે એક મસ્ત મજાની વાનગી લઇને આવ્યા છીએ. કેવળ 1 કપ સોજીમાંથી તમે એકદમ ખસ્તા અને કુરકુરા ‘નમક પારા’ (Namak Para)ની રેસિપી સરળતાથી બનાવી શકો છો અને એને ઉચિત રીતે સ્ટોર કરવાથી એ ઝડપથી ખરાબ પણ નહિં થાય!

જો તમે વારંવાર ઘઉંના લોટ કે મેંદામાંથી બનેલા સ્નેક્સ (Maida Snakes) ખાઇને કંટાળી ગયા છો તો આ વખતે કંઇક નવું ટ્રાય કરો…મેંદાના બનેલા ફરસાણ સ્વાદિષ્ટ તો હોય છે પણ હૅલ્થ માટે એટલા સારા નથી ગણાતા! આથી આજે અને તમારા માટે એક મસ્ત મજાની વાનગી (Recipe) લઇને આવ્યા છીએ.

કેવળ 1 કપ સોજી (Suji)માંથી તમે એકદમ ખસ્તા અને કુરકુરા ‘નમક પારા’ની રેસિપી સરળતાથી બનાવી શકો છો અને એને ઉચિત રીતે સ્ટોર કરવાથી એ ઝડપથી ખરાબ પણ નહિં થાય! આ ફરસાણ સ્વાદમાં તો લાજવાબ છે જ પણ એ ફટાફટ બની પણ જાય છે. તો ચાલો જાણીએ એને બનાવવાની વિધિ અને સામગ્રી અંગે…

શી રીતે બનાવશો ક્રિસ્પી ‘નમક પારા’? (Crispy Namak Para Recipe)

ખસ્તા ફરસાણ નમક પારાને બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

Namak Para ,ક્રિસ્પી ,ફરસાણ, સક્કરપારા, વાનગી

સામગ્રી

2 કપ સોજી

2 મોટા ચમચા તેલ

1 નાની ચમચી આખું જીરું

1 નાની ચમચી અજમો

2 ચપટી હીંગ

2 ચમચી બેસન

1 મોટી ચમચી સફેદ તલ

મીઠા લીમડાના પાન

1 નાની ચમચી ચિલી ફ્લેક્સ

સ્વાદાનુસાર મીઠું

Namak Para ,ક્રિસ્પી ,ફરસાણ, સક્કરપારા, વાનગી

બનાવવાની વિધિ

1. ‘નમક પારા’ બનાવવા માટે સૌપ્રથમ 1 કપ સોજીને એક મિક્સર જારમાં તદ્દન બારીક પીસી લેવી.

2. હવે સોજીના લોટને એક મોટી લોટ બાંધવાની થાળીમાં લઇ લો.

3. હવે ગેસ ઓન કરીને એન પૅન રાખો અને ગરમ થાય એટલે એમાં તેલ ઉમેરો. હવે આ તેલમાં જીરું, અજમો, હીંગ, 1 મોટી ચમચી સફૈદ તલ, બારીક સમારેલા મીઠા લીમડાના પાન અને 1 નાની ચમચી ચિલી ફ્લેક્સ (Chili Flakes)નો વઘાર કરો.

4. ગેસના તાપને ધીમો કરી દો અને એમાં હવે દોઢ કપ પાણી ઉમેરવું. આ પાણી એ જ કપથી માપવું જે કપથી સોજી માપી હતી.

5. પાણી ગરમ થઇ જાય એટલે ગેસ બંધ કરી દેવો.

6. હવે સોજીવાળી થાળી કે કથરોટમાં બે ચમચી બેસન  ઉમેરવું.  નમક પારાને એક્ટ્રા ખસ્તા બનાવવા માટેની આ ખાસ ટ્રિક છે.

7. તૈયાર કરેલું ગરમ મસાલાવાળું પાણી ઉમેરતા જઇને સાચવીને લોટ બાંધી લેવો. આ લોટ ઘણો ટાઇટ બાંધવો નહિં.

8. જ્યારે લોટ બંધાઇ જાય ત્યારે એને તેલ લગાવીને ગૂંથી લેવો અને મોટા લુવા બનાવી લેવા.

9. એમાંથી જે રીતે સક્કરપારાની રોટલી બનાવીને ડાયમંડ શેપ આપીએ એ જ રીતે વણીને ચપ્પુ વડે કાપી લેવા.

10. ગરમ તેલમાં આ પારાને સોનેરી રંગના થાય ત્યાં સુધી તળી લેવા.

Namak Para ,ક્રિસ્પી ,ફરસાણ, સક્કરપારા, વાનગી

તો તૈયાર છે તમારા ક્રિસ્પી અને ક્રન્ચી નમક પારા…જે બાળકો તથા સૌને ઘણા જ પસંદ પડશે અને ચા (Tea) સાથે ખાવાથી તો લિજજત આવી જશે! એને તદ્દન ઠંડા કરીને સ્ટીલના એરટાઇટ ડબામાં ભરી લેવા. આ નમક પારા ઘણા દિવસો સુધી ખરાબ નથી થતા અને તમે કોઇ ટ્રાવેલ (Travel) કરવાનું પ્લાન કરતા હો તો પણ એને બનાવીને સાથે લઇ જઇ શકો છો.


આ પણ વાંચો: લોટમાં મિક્સ કરી દો બસ એક વસ્તુ…ખૂમચા જેવી ક્રિસ્પી પાણીપુરી બનશે! જાણો સિક્રેટ ટ્રિક..!

આ પણ વાંચો:  મસ્ત વઘારવાળી કઢી બનાવો, આ રેસિપીથી!…બધા આંગળા ચાટી જશે!

આ પણ વાંચો: હલવો, ચણા, ખીર અને પુરી…કન્યા પૂજન માટે બનાવો પ્રસાદની થાળી…ભાવથી જમાડો..!