Not Set/ પાંચમાં ધોરણમાં ભણતી બાળકી પર રેપ કરવા બદલ આરોપીને ૧૦ વર્ષની સજા

૨૫ વર્ષના વ્યક્તિને પાંચમાં ધોરણમાં ભણતી બાળકીનો રેપ કરવા મામલે ૧૦ વર્ષની સજા અને ૬૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ૨ વર્ષ પહેલા આરોપીએ પાંચમાં ધોરણમાં ભણતી બાળકી પર રેપ આચર્યો હતો. ડીસેમ્બર ૨૦૧૬માં પીડિતાના માતા-પિતાએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કહ્યું હતું કે પીડિતા પોતાના માતા-પિતા અને ભાઈ-બહેન સાથે ગામડે રહેતી હતી. આરોપી પીડિતાનો પડોશી હતો. […]

India Trending

૨૫ વર્ષના વ્યક્તિને પાંચમાં ધોરણમાં ભણતી બાળકીનો રેપ કરવા મામલે ૧૦ વર્ષની સજા અને ૬૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

૨ વર્ષ પહેલા આરોપીએ પાંચમાં ધોરણમાં ભણતી બાળકી પર રેપ આચર્યો હતો.

ડીસેમ્બર ૨૦૧૬માં પીડિતાના માતા-પિતાએ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે કહ્યું હતું કે પીડિતા પોતાના માતા-પિતા અને ભાઈ-બહેન સાથે ગામડે રહેતી હતી. આરોપી પીડિતાનો પડોશી હતો. આરોપી આ બાળકીનો અવાર-નવાર પીછો કરતો હતો. ૧૦ ડીસેમ્બરના રોજ બાળકીને ઘરમાં એકલી જોઇને તેને બહાર લઇ ગયો.

તે બાળકીને એકાંત જગ્યા પર લઇ ગયો અને ત્યાં રેપ કર્યો હતો.