NEW DELHI: દિવાળી પર રાજધાની દિલ્હીમાં હવા અત્યંત પ્રદૂષિત થઈ ગઈ છે. લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. કેટલાક વિસ્તારોમાં હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 400 ને પાર પહોચી ગયો છે.
GRAP સ્ટેજ II હેઠળ 12-પોઇન્ટ એક્શન પ્લાન લાગુ કર્યો
કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) દ્વારા GRAP સ્ટેજ II હેઠળ 12-પોઇન્ટ એક્શન પ્લાન લાગુ કર્યો છે. આમાં રસ્તાની સફાઈ, ધૂળ નિયંત્રણ, બાંધકામ સ્થળોનું નિરીક્ષણ, ટ્રાફિક સંકલન, ખાનગી વાહનોનો ઉપયોગ ઘટાડવો, જાહેર પરિવહન વધારવું, DG સેટ નિયંત્રિત કરવા અને જાહેર જાગૃતિનો સમાવેશ થાય છે. આ સાથે, નાગરિકોને સૂચનોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
શ્વાસ લેવામાં થઇ તકલીફ
દિલ્હીમાં હવા અત્યંત પ્રદૂષિત થઈ ગઈ છે. જેના કારણે શ્વાસ લેવામાં પણ લાકોને તકલીફ પડી રહી છે. કેટલાક વિસ્તારોમાં હવા ગુણવત્તા સૂચકાંક 400 ને વટાવી ગયો છે. આજે સવાર સુધીમાં, દિલ્હીનો એકંદર AQI 333 છે.
આનંદ વિહારમાં સૌથી ખરાબ AQI
દિલ્હી-NCRમાં આનંદ વિહારમાં સૌથી ખરાબ હવા ગુણવત્તા સૂચકાંક (AQI) નોંધાયો હતો. આનંદ વિહારમાં AQI 417 નોંધાયું હતું, જે તેને સૌથી પ્રદૂષિત વિસ્તાર બન્યુ હતું. અને વિજય નગર (ગાઝિયાબાદ) માં AQI 348 અને નોઈડામાં AQI 341 નોંધાયું હતું. નોઈડા સેક્ટર 1 માં AQI 344 નોંધાયું હતું. પરિણામે, આનંદ વિહાર સૌથી ગંભીર પ્રદૂષણ ક્ષેત્ર રહ્યું છે. રવિવારે સાંજે 6 વાગ્યે AQI 300 હતો, અને સાંજે 7 વાગ્યા સુધીમાં, તે 302 પર પહોંચી ગયો હતો, જે “ખૂબ જ ખરાબ” શ્રેણીમાં આવે છે.
તમામ પગલાં NCR માં તાત્કાલિક લાગુ કરવામાં આવશે
હવે, GRAP સ્ટેજ II હેઠળના તમામ પગલાં NCR માં તાત્કાલિક લાગુ કરવામાં આવશે. આ પગલાં GRAP સ્ટેજ I ની કાર્યવાહી ઉપરાંત લાગુ કરવામાં આવશે. કમિશને NCR રાજ્યોના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (PCB) અને દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ (DPCC) ને કડક પાલન સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે.
નાગરિકોને સૂચનોનું પાલન કરવા પણ અપીલ કરવામાં આવી
ઓક્ટોબરથી જાન્યુઆરી મહિના દરમિયાન ધૂળ ઉત્પન્ન કરતી બાંધકામ પ્રવૃત્તિઓ ટાળવું જોઇએ. લોકોએ જાહેર પરિવહનનો ઉપયોગ કરવો જોઈએ અને ખાનગી વાહનોનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. ઓછો ભીડવાળો રસ્તો પસંદ કરો, ભલે તે થોડો લાંબો હોય. ખુલ્લામાં કચરો કે બાયોમાસ બાળવાનું ટાળો. અને વાહનોમાં એર ફિલ્ટર નિયમિતપણે બદલો.
આ પણ વાંચો: National News/દિલ્હી-NCRમાં પ્રદૂષણનું સંકટ, જાણો આજે દેશભરમાં હવામાન કેવું રહેશે
આ પણ વાંચો: Delhi News/હવે દિવાળીમાં દિલ્હી વાસીઓ ફોડી શકશે ફટાકડા, સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી
