અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારતને ધમકી આપી છે કે જો ભારત રશિયન તેલની ખરીદી મર્યાદિત નહીં કરે તો તેને ‘ભારે’ ટેરિફ લગાવવાની ધમકી આપવામાં આવશે. અગાઉ પણ તેમણે દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને વ્યક્તિગત રીતે ખાતરી આપી હતી કે નવી દિલ્હી આવી આયાત બંધ કરશે.
જો કે, ટ્રમ્પની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે વોશિંગ્ટન એવા દેશો પર દબાણ વધારી રહ્યું છે જે રશિયન તેલ ખરીદતા રહે છે. અમેરિકાનું કહેવું છે કે તેલની આવકને કારણે રશિયા યુક્રેનમાં યુદ્ધ ચાલુ રાખી રહ્યું છે.
ભારતે ટ્રમ્પના દાવાને નકારી કાઢ્યો
જો, કે વિદેશ મંત્રાલયે ટ્રમ્પના દાવાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે. તેમનું કહવું છે કે તે વડા પ્રધાન મોદી અને ટ્રમ્પ વચ્ચે “કોઈ વાતચીતથી વાકેફ નથી”. ભારત અને અમેરિકા વચ્ચે ઊર્જા સહયોગ અંગે ચર્ચા ચાલી રહી છે, પરંતુ તેમણે ટ્રમ્પના દાવાની પુષ્ટિ કરી નથી કે નવી દિલ્હી રશિયન તેલ ખરીદવાનું બંધ કરવા માટે સંમત થયું છે. “સ્થિર ઊર્જા ભાવ અને સુરક્ષિત પુરવઠો સુનિશ્ચિત કરવો એ અમારી ઊર્જા નીતિના બેવડા ધ્યેયો રહ્યા છે,”
આ પણ વાંચો: America News/અમેરિકામાં ટ્રમ્પ વિરુદ્ધ લાખો લોકો રસ્તા પર ઉતર્યા, ટ્રમ્પ પર લાગાવ્યા સત્તાના દુરુપયોગનો આરોપ
આ પણ વાંચો: World News/ટ્રમ્પેના દાવાને લઇને કોંગ્રેસે કહ્યું કે વડાપ્રધાન મોદી કેમ ચૂપ છે
આ પણ વાંચો: World News/ટ્રમ્પે ફરી એક વાહિયાત ટિપ્પણી કરી, કહ્યું કે ભારત ટૂંક સમયમાં રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે
