Not Set/ 15 ઓગસ્ટે રિલીઝ થશે આ 3 મોટી ફિલ્મો : જાણો કોણ મારશે બાજી

આ વર્ષે 15 ઓગસ્ટના દિવસે બોક્સ ઓફીસ પર 3 મોટી ફિલ્મો રિલીઝ થવા માટે તૈયાર છે. આમાં અક્ષય કુમારની ગોલ્ડ, જોન અબ્રાહમની સત્યમેવ જયતે, અને દેઓલ બ્રધર્સની યમલા પગલાં દિવાના ફિરસે શામેલ છે. સ્વતંત્રતા દિવસના મૌકા પર દેશભક્તિ પર બનેલી ગોલ્ડ, એક્શન ડ્રામા સત્યમેવ જયતેની સાથે ફૂલઓન કોમેડીથી ભરપુર યમલા પગલાં દિવાના ફિર સે જોવા […]

Trending Entertainment

આ વર્ષે 15 ઓગસ્ટના દિવસે બોક્સ ઓફીસ પર 3 મોટી ફિલ્મો રિલીઝ થવા માટે તૈયાર છે. આમાં અક્ષય કુમારની ગોલ્ડ, જોન અબ્રાહમની સત્યમેવ જયતે, અને દેઓલ બ્રધર્સની યમલા પગલાં દિવાના ફિરસે શામેલ છે. સ્વતંત્રતા દિવસના મૌકા પર દેશભક્તિ પર બનેલી ગોલ્ડ, એક્શન ડ્રામા સત્યમેવ જયતેની સાથે ફૂલઓન કોમેડીથી ભરપુર યમલા પગલાં દિવાના ફિર સે જોવા મળશે.

અક્ષય કુમારની ફીલ્મ ગોલ્ડ માટે 15 ઓગસ્ટનો દિવસ એક વર્ષ પહેલાજ પસંદ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મ સ્વતંત્રતા બાદ 1948માં ભારતે હોકીમા જીતેલા પહેલા ઓલિમ્પિક ગોલ્ડ મેડલ પર આધારિત છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે મૌની રોય પણ જોવા મળશે. ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ચુક્યું છે. આ ફિલ્મ રીમાં કાગતી દ્વારા નિર્દેશિત કરવામાં આવશે.

બીજી ફિલ્મ જોન અબ્રાહમ અને મનોજ બાજપાયીની સસ્પેન્સ ડ્રામા થ્રીલર ફિલ્મ સત્યમેવ જયતે છે. આવું પહેલી વાર બની રહ્યું છે જ્યારે બેસ્ટ ફ્રેન્ડસ અક્ષય કુમાર અને જોન અબ્રાહમની ફિલ્મ બોક્સ ઓફીસ પર ટકરાશે. હાલમાં જયારે જોનને ફિલ્મોની ટક્કર વિશે પૂછવામાં આવ્યું તો એમણે કહ્યું કે અક્ષય મારા સારા મિત્ર છે, રિલીઝ ડેટ કલેશ થવાનો મામલો પ્રોડ્યુસરો વચ્ચેનો છે.

બે સીરીયસ ફિલ્મો વચ્ચે દેઓલ બ્રધર્સ અને હી-મેન ધર્મેન્દ્ર હ્યુમર એક્સપ્રેસ લઈંને આવી રહ્યા છે. આ કોમેડી ફિલ્મમાં ફરીથી ધર્મેન્દ્ર, સની દેઓલ અને બોબી દેઓલ લોકોને હસાવતા નજરે ચડશે, સાથે ફિલ્મમાં કૃતિ ખરબંદા પણ જોવા મળશે. આ ફિલ્મના પહેલા ભાગે સારી કમાણી કરી હતી, પરંતુ બીજો ભાગ ફ્લોપ રહ્યો હતો. દર્શકોને ત્રીજા ભાગથી ખુબ આશા છે.

ત્રણે ફિલ્મોના સ્ટાર્સ વિશે વાત કરીએ તો અક્ષય કુમાર સૌથી મોટા સ્ટાર છે. એમનું ફેન ફોલોઈંગ જોન અબ્રાહમ અને દેઓલ બ્રધર્સ કરતા વધારે છે. પેડમેન સિવાય અક્ષય કુમારની લગભગ બધી ફિલ્મોએ સારી કમાણી કરી છે. ગોલ્ડ એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે, જે સત્ય ઘટના પર આધારિત છે. ત્રણે ફિલ્મોમાંથી અક્ષય કુમારની ફિલ્મ બીજી ફિલ્મોને મ્હાત આપી શકે છે. આમ પણ દેશભક્તિ પર બનેલી અક્ષયની જૂની ફિલ્મોએ બોક્સ ઓફીસ પર સારો દેખાવ કર્યો છે.

જોન અબ્રાહમની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ પરમાણુંએ ખુબ સારું પ્રદર્શન કર્યું છે. ફિલ્મે 4 અઠવાડિયામાં 60.91 કરોડની કમાણી કરી લીધી છે. 2 વર્ષ બાદ તેઓ પરમાણુંથી ફિલ્મમાં પાછા ફર્યા છે. હવે તેઓ પણ મિત્ર અક્ષય કુમારની જેમ દેશભક્તિ સાથે જોડાયેલી ફિલ્મો પર કામ કરી રહ્યા છે.

ત્રીજી ફિલ્મ યમલા પગલાં દિવાના ફિરસેની વાત કરીએ તો ફિલ્મનું ટ્રેલર લોકોને પસંદ આવી રહ્યું છે. દમદાર કોમેડી દેઓલ બ્રધર્સની ફિલ્મને બોક્સ ઓફીસ પર હિટ કરવી શકે છે.