Lifestyle: ઘરે દરરોજ બનતી દાળ ઘણા લોકોને પસંદ પડતી નથી! આ જ કારણ છે કે, ઢાબા સ્ટાઇલ દાલ તડકા (Dhaba Style Dal Tadka) દરેકને પસંદ પડે છે અને લોકો ઘરે પણ આવી જ તીખી પ્રોટીનયુક્ત દાળ બને એની રેસિપી (Recipe) શોધતા હોય છે. પણ તમારી આ રોજીંદી દાળમાં જો વધાર કરવામાં આવે તો બાળકો, ઘરડા અને વડીલ વર્ગ તમામ એનો સ્વાદ માણીને ખાય છે! જમવામાં લાજવાબ એવી આ દાળ બનાવવી સરળ છે અને ઘરે ફટાફટ એ બની પણ જશે! અહિં અમે તમારા માટે લઇને આવ્યા છીએ ઢાબા સ્ટાઇલ દાલ તડકાની મસ્ત મજાની રેસિપીની ટ્રિક (Trick)…
શી રીતે બનાવશો ઢાબા સ્ટાઇલ દાલ તડકા (Dal Tadka)?
આ ટેસ્ટી રેસિપી બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
1 કપ તુવેર દાળ
2 ચમચી ચણા દાળ
હળદર
સ્વાદાનુસાર મીઠું
1 નાની ચમચી તેલ
પ્રથમ વઘાર માટે
ધી અથવા તેલ
જીરું
ઝીણી સમારેલી ડુંગળી
અદુ-લસણની પેસ્ટ
ટમેટા

બીજા વઘાર માટે
કસૂરી મેથી
કોથમીર
દેશી ઘી
સૂકા લાલ મરચા
કશ્મીરી લાલ મરચું પાવડર
હીંગ
બનાવવાની વિધિ
1. સૌપ્રથમ તુવેરની દાળ (Toor Dal)ને અને ચણા દાળ (Chana Dal)ને ધોઇને પલાળો.
2. અડધા કલાક પછી એને કૂકરમાં પાણી, હળદર, મીઠું (Salt)અને 1 ચમચી તેલ ઉમેરીને 3 થી 4 સીટી સુધી પકાવી લો.
3. અહિં એ ધ્યાન રાખવું કે દાળ પૂરી ગળી ન જાય અને થોડી આખી રહે.

‘પહેલા તડકા’ લગાવો (First Tadka)
4. એક કઢાઇમાં તેલ કે ઘી ગરમ કરો. એમાં જીરું તતડે એટલે બારીક સમારેલી ડુંગળી ઉમેરો.
5. એ જ્યારે સોનેરી થાય ત્યારે આદુ-લસણની પેસ્ટ ઉમેરો અને સમારેલા ટમેટા તથા સ્વાદાનુસાર મીઠું પણ ઉમેરી શેકો.
6. ઘી કે તેલ છૂટું પડે ત્યારે આ મસાલામાં ઉકળેલી દાળને ઉમેરી દો. જો એ ઘટ્ટ હોય તો એમાં જરુર મુજબ પાણી ઉમેરો.
7. 5 મિનિટ સુધી ઉકાળ્યા બાદ, એમાં કસૂરી મેથી મસળીને નાખો. આ એક સિક્રેટ ટ્રિક છે. એમાં કોથમીર પણ સમારીને ઉમેરી દો.
‘દૂસરા તડકા’ લગાવો (Second Tadka)
8. હવે ઢાબા સ્ટાઇલ સ્વાદ મેળવવા માટે એક વઘારિયામાં 2 ચમચી દેશી ઘી (Desi Ghee) ગરમ કરવું.
9. એમાં બારીક સમારેલું લસણ, સૂકા લાલ મરચા અને હીંગ ઉમેરો. હવે તરત ગેસ બંધ કરીને કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી વઘારને તરત જ દાળ ઉપર રેડી દો અને ઢાંકણું બંધ કરી દો.
આ દાલ તડકાને ઢાબા સ્ટાઇલ ટચ આપવા માટે એક સળગતો કોલસો (Coal) નાની વાડકીમાં રાખીને દાળની વચ્ચે મૂકવો. હવે ઉપર થોડું ઘી નાખવું અને 5 મિનિટ માટે ઢાંકણું બંધ કરી દેવું. આમ કરવાથી એ જ ચૂલા જેવો ‘સ્મોકી ફ્લેવર’ (Smoky Flavor) આવી જશે!
આ પણ વાંચો: સવારના નાસ્તામાં બનાવો હૅલ્ધી પાલખ ચીલા, આ રહી ફટાફટ બ્રેકફાસ્ટ રેસિપી…!
આ પણ વાંચો: બ્રેકફાસ્ટમાં હૅલ્ધી દહીં સોજીના ચીલા બનાવો…2-3 ખાઇને પેટ તૃપ્ત થશે પણ મન નહિં…ફટાફટ ટેસ્ટી રેસિપી…
