Lifestyle/ સવારે નાસ્તામાં બનાવો કેલ્શયમ અને પ્રોટીનથી ભરપૂર હૅલ્ધી મગ દાળ ચીલા…ટેસ્ટી બ્રેકફાસ્ટ રેસિપી..!

Moong Dal Chilla (મગ દાળ ચીલા)ને જો તમે બાળકો માટે બનાવતા હો તો એમને મનપસંદ છીણેલું ચીઝ મૂકીને ફોલ્ડ કરીને એમને લંચ બોક્સમાં આપી શકો છો…

Trending Food Health & Fitness Lifestyle
Moong Dal Chilla, મગ દાળ ચીલા, કેલ્શયમ,પ્રોટીન, બ્રેકફાસ્ટ

Lifestyle: જો તમે સવારના નાસ્તામાં કંઇક હળવી, સ્વાદિષ્ટ અને હૅલ્ધી વાનગી બનાવવા માગો છો તો આ મગ દાળ ચીલા (Moong Dal Chilla) તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે. મગદાળ અને પનીરથી બનતી આ રેસિપી ફટાફટ બની પણ જાય છે અને શરીરને આખો દિવસ ઊર્જાથી સભર રાખે છે.

એ પોષક તત્વોથી ભરપૂર છે અને આ નાસ્તો બાળકોથી માંડીને વડીલ-વૃદ્ધો સુધી તમામ લોકોને પસંદ પડે છે. સ્વાદ અને સ્વાસ્થ્યથી ભરપૂર એવી આ વાનગી જે લોકો વેઇટ લૉસ જર્ની (Weight Loss Journey)માં જોડાયેલા છે એમના માટે પણ અત્યંત ફાયદાકારક સિદ્ધ થશે. તમે એને હળવા ડિનર તરીકે પણ તમારા ડાયેટમાં સામેલ કરી શકો છો.

Moong Dal Chilla, મગ દાળ ચીલા, કેલ્શયમ,પ્રોટીન, બ્રેકફાસ્ટ

કુદરતનું વરદાન સમાન આહાર મગ

કહેવત છે ને કે, જે ખાય મગ એના ચાલે પગ…! મગ અત્યંત પૌષ્ટિક (Nutritious) હોય છે અને એમાંથી બનતી મગ દાળ ચીલા (Moong Dal Chilla)પણ ટેસ્ટી અને હૅલ્ધી હોય છે કારણ કે, એમાં મગ દાળ અને પનીરનો ઉપયોગ કરવામાં આવે છે.

સવારનો નાસ્તો હંમેશાં હૅલ્ધી (Healthy Breakfast) અને પેટ ભરાય એવો હોવો જોઇએ, જેથી એનર્જી મળી રહે. આ માટે કુદરતે એક વરદાન સ્વરુપ વસ્તુ પ્રદાન કરી છે જે છે મગ…!

Moong Dal Chilla, મગ દાળ ચીલા, કેલ્શયમ,પ્રોટીન, બ્રેકફાસ્ટ

મગ ખાવાના સ્વાસ્થ્ય લાભ

પ્રોટીનથી સભર એવી મગની ફોતરાવાળી દાળ મસલ્સ (Muscles)ને મજબૂત બનાવવા ઉપરાંત, પેટને પણ લાંબો સમય ભરેલું રાખવામાં મદદરુપ થાય છે. પનીર અને તલ (Paneer & Til) કૅલ્શિયમ ધરાવે છે અને એ હાડકા અને દાંત (Bones & Teeth)ને મજબૂતી પ્રદાન કરે છે. આ નાસ્તો હાઈ માત્રામાં ફાઇબર તથા લૉ ફેટ (High Fiber & Law Fat) ધરાવે છે, જેથી આ બ્રેકફાસ્ટ ખાવાથી વારંવાર ભૂખ લાગતી નથી અને ઓવર ઇટિંગથી બચી શકાય છે. આથી વજન વધવાની સંભાવના ઓછી થઇ જાય છે.

આ ઉપરાંત, મગ દાળ પાચનમાં તદ્દન હળવી હોવાથી એનું સેવન કરનારને ગૅસ તથા એસિડિટી (Gas or Acidity)ની સમસ્યા થતી નથી. સત્વરે ઊર્જા પ્રદાન કરતા આ નાસ્તાને સવારમાં ખાવાથી દિવસભર શરીરમાં ઊર્જાનું સ્તર (Energy) જળવાઇ રહે છે. વળી, જે લોકો વજન ઝડપથી ઓછું કરવા માગે છે એમણે તો આ રેસિપીને પોતાના રેગ્યુલર ડાયેટમાં અવશ્ય સામેલ કરવી જોઇએ. તો હવે જાણીશું, એને બનાવવા માટેની સામગ્રી અને એની વિધિ અંગે…

શી રીતે બનાવશો મગ દાળ ચીલા (Moong Dal Chilla)?

મગ દાળ ચીલા બનાવવા માટે તમારે આટલી સામગ્રી (Ingredients)ની જરુર પડશે.

Moong Dal Chilla, મગ દાળ ચીલા, કેલ્શયમ,પ્રોટીન, બ્રેકફાસ્ટ

સામગ્રી

1 કપ પલાળેલી મગની દાળ

1/2 કપ છીણેલું પનીર

1 નાની ચમચી સફેદ તલ

1 બારીક સમારેલું મરચું

1 નાનો ટુકડો આદુ

1/2 નાની ચમચી આખુ જીરું

1/2 નાની ચમચી હળદર

1-2 ચમચી ઝીણી સમારેલી કોથમીર

મીઠું સ્વાદાનુસાર

છીણેલું ચીઝ (વૈકલ્પિક)

Moong Dal Chilla, મગ દાળ ચીલા, કેલ્શયમ,પ્રોટીન, બ્રેકફાસ્ટ

બનાવવાની વિધિ

1. ફોતરા વાળી મગની દાળ (Green Moong Dal)ને પાણીથી ધોઇને આખી રાત પાણીમાં પલાળી રાખવી.

2. હવે એને પાણીમાંથી કાઢીને આદુ તથા લીલા મરચા સાથે મિક્સરમાં ક્રશ કરીને પેસ્ટ બનાવવી. જરુર જણાય તો થોડું પાણી ઉમેરવું પણ ધ્યાન રાખવું કે આ પેસ્ટ પાતળી ન બની જાય!

3. હવે આ બેટરમાં મીઠું, હળદર, આખુ જીરું, તલ અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરી લેવી. આ બેટરને સારી રીતે ફેંટી લેવું.

4. નૉન સ્ટિક પૅન કે પછી આયર્નના તવાને ઘી કે તેલથી ગ્રીસ કરીને ગરમ કરવા મૂકવો.

5. તવો ગરમ થાય પછી એના પર એક કડછી ભરીને બેટરને ઉમેરીને ગોળ ફેલાવી લેવું. એની ઉપર છીણેલું પનીર ઉમેરવું અને હળવા હાથે દબાવી લેવું.

6. મધ્યમ તાપે બંને તરફ સોનેરી થાય ત્યાં સુધી એને શેકી લેવું.

7. આ જ પ્રમાણે તમામ ચીલા બનાવી લેવા. અને સર્વ કરતી વખતે ઉપર થોડું પનીર (Paneer) ભભરાવવું.

8. જો તમે બાળકો માટે બનાવતા હો તો એમને મનપસંદ છીણેલું ચીઝ (Cheese) પણ ઉપર મૂકીને ફોલ્ડ કરીને એમને લંચ બોક્સમાં આપી શકો છો.

તો તૈયાર છે તમારા હૅલ્ધી અને સ્વાદિષ્ટ મગદાળ ચીલા…જેને તમે લીલી ફુદીના-કોથમીરની ચટણી, દહીં કે કેચઅપ સાથે સર્વ કરી શકો છો.


આ પણ વાંચો: સવારના નાસ્તામાં બનાવો હૅલ્ધી પાલખ ચીલા, આ રહી ફટાફટ બ્રેકફાસ્ટ રેસિપી…!

આ પણ વાંચો: બ્રેકફાસ્ટમાં હૅલ્ધી દહીં સોજીના ચીલા બનાવો…2-3 ખાઇને પેટ તૃપ્ત થશે પણ મન નહિં…ફટાફટ ટેસ્ટી રેસિપી…