Surat News/ 34 કરોડનો બ્રિજ કે બાળકોની લપસણી? સી.આર. પાટીલે ઉદ્ધાટન તો કર્યું પણ રસ્તો જ બંધ

સુરતના ભેસ્તાનમાં 34 કરોડના ખર્ચે બનેલો બ્રિજ લોકાર્પણ બાદ વિવાદમાં આવ્યો છે. બ્રિજ ઉતરતા જ રસ્તો બંધ હોવાથી વાહનચાલકો યુ-ટર્ન લેવા મજબૂર બન્યા છે 23 જાન્યુઆરીએ CR Patil દ્વારા ઉદ્ધાટન, અને 74 કરોડ ખર્ચવા છતાં રેલવે ઓવરબ્રિજનું 56 ટકા કામ હજુ અધૂરું છે.

Gujarat Top Stories Surat
CR Patil

Surat Bhestan Bridge CR Patil Inauguration Controversy: સુરત મહાનગરપાલિકાના આયોજન પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે. ભેસ્તાન પાસે 34 કરોડના ખર્ચે બનેલો નવો ઓવરબ્રિજ હાલ શહેરીજનો માટે મજાક અને હાલાકીનું કારણ બન્યો છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે ઉદ્ધાટન થયાના ગણતરીના દિવસોમાં જ આ બ્રિજની પોલ ખુલી ગઈ છે.

Bridge ઉતરો એટલે રસ્તો બંધ!

વડોદથી કરડવા તરફ જતા માર્ગ પર પાલિકાએ 600 મીટર લાંબો બ્રિજ તો બનાવી દીધો, પરંતુ તેની સામે રેલવે લાઈન ક્રોસ કરતો કનેક્ટિંગ બ્રિજ હજુ સુધી તૈયાર થયો નથી. પરિસ્થિતિ એવી છે કે વાહનચાલકો ઉત્સાહમાં બ્રિજ પર ચઢે તો છે, પણ બીજા છેડે ઉતરતા જ રસ્તો બંધ હોવાથી તેમને ફરજિયાત યુ-ટર્ન લેવો પડે છે. સ્થાનિકો આ બ્રિજને ‘બાળકોની લપસણી’ સાથે સરખાવી રહ્યા છે.

પાલિકાની બેદરકારી: 59 કરોડનો પ્રોજેક્ટ 74 કરોડે પહોંચ્યો

તંત્રની ધીમી ગતિને કારણે પાલિકાની તિજોરી પર મોટો આર્થિક ફટકો પડ્યો છે. વર્ષ 2019માં અપાયેલો વર્ક ઓર્ડર અઢી વર્ષમાં પૂરો કરવાનો હતો, પરંતુ આજે 7 વર્ષ વીતી ગયા હોવા છતાં સિદ્ધાર્થનગર રેલવે બ્રિજનું 56 ટકા કામ હજુ બાકી છે. આ અક્ષમ્ય વિલંબને કારણે પ્રોજેક્ટનો ખર્ચ 59 કરોડથી વધીને 74 કરોડ પર પહોંચી ગયો છે, જેનાથી જનતાના 15 કરોડ રૂપિયા વધારાના વેડફાયા છે.

CR Patil

5 લાખ લોકોની સુવિધા હવામાં લટકી

જો આ રેલવે બ્રિજ સમયસર પૂરો થયો હોત, તો વેસુ વિસ્તારને નેશનલ હાઈવે 48 સાથે સીધું જોડાણ મળ્યું હોત. ડિંડોલી અને લિંબાયત વિસ્તારના અંદાજે 5 લાખ લોકોને ડુમસ, વેસુ અને અલથાણ પહોંચવામાં સરળતા રહેત. પરંતુ હાલ તો કામ બંધ હાલતમાં હોવાથી લોકો જીવના જોખમે રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા છે.

CR Patil દ્વારા માત્ર ‘ફોટો ઓપોર્ચ્યુનિટી’ માટે ઉદ્ધાટન?

23 જાન્યુઆરીએ સી.આર. પાટીલ દ્વારા ઉદ્ધાટન તો કરી દેવાયું, પણ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ છે. બ્રિજ ઉતરતા જ ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું છે. સ્થાનિકોની માગ છે કે વાહવાહી મેળવવાના બદલે તંત્ર વહેલી તકે રેલવે ક્રોસિંગ બ્રિજનું કામ પૂર્ણ કરે જેથી કરોડોના ખર્ચે બનેલો આ પ્રોજેક્ટ ખરેખર ઉપયોગી સાબિત થાય.


આ પણ વાંચો:સુભાષબ્રિજ પાંચ દિવસ માટે બંધ કરાતા વાહનચાલકોને ભારે હાલાકી

આ પણ વાંચો:અમદાવાદ-જૂનાગઢમાં ધોધમાર વરસાદ:12 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ, નવરાત્રિમાં ભારે વરસાદની સંભાવનાઃ પરેશ ગોસ્વામી

આ પણ વાંચો:AMC દ્વારા ૧૦.૭૭ કરોડના ખર્ચે શહેરનાં વધુ 50 જંકશન પર ટ્રાફિક સિગ્નલ મુકાશે