મંતવ્ય ન્યૂઝ દ્વારા પ્રસારીત ખબર પર સાતત્યની મહોર લીગી ગઇ હોય તેવી રીતે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, હાલ ધો.1 થી 8 માં માસ પ્રમોશનની કોઇ વિચારણા નથી. અગાઉ માસ પ્રમોશન અંગે માધ્યમોમાં અહેવાલો વહેતા થયા હતા.
અહેવાલોનાં કારણે માસ પ્રમોશન અંગે શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. જાહેર જનતાને ગેરમાર્ગે ન દોરવવા શિક્ષણ વિભાગ દ્વારા જણાવાયું છે.
રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટા કરવામાં આવી છે કે, માસ પ્રમોશન આપવા બાબતે હાલ કોઇ વિચારણા નથી.
આપને જણાવી દઇએ કે, અગાઉ મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરાયો હતો અને માસ પ્રમોશનની વાતનું ખંડન કરવામાં આવ્યું હતું, ત્યારે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટા કરવામાં આવતા ફરી એક વખત મંતવ્ય ન્યૂઝ અગ્રેસર રહ્યું છે.
