Psychology Facts About Your Partner :લગ્ન એટલે બે અલગ અલગ સ્વભાવના લોકોનું મિલન. શરૂઆતમાં બધું સારું લાગે છે, પણ સમય જતાં નાની-નાની બાબતો પર ઝઘડા થવા સામાન્ય છે. પતિ-પત્ની વચ્ચે ક્યારેક તું-તું-મેં-મેં થાય તે સ્વાભાવિક છે, પણ જ્યારે આ લડાઈ રોજિંદી બની જાય ત્યારે તે ખતરનાક સ્વરૂપ ધારણ કરી લે છે.
જો તમે તમારા પાર્ટનર (Partner) ને પ્રેમ કરતા હોવ, પણ આખો દિવસ તેમની ખામીઓ કાઢ્યા કરતા હોવ, તો તમે અજાણતાં જ તમારા સંબંધના પાયાને નબળો પાડી રહ્યા છો. અહીં એવી 4 પ્રકારની ફરિયાદો અને આદતો છે જેને તમારે આજથી જ તમારા લગ્નજીવનમાંથી બહાર ફેંકી દેવી જોઈએ.
નાની-નાની બાબતોની કચકચ
ઘણીવાર આપણે ભીનો ટુવાલ પલંગ પર મૂકવો કે લાઈટ બંધ કરવાનું ભૂલી જવું જેવી નજીવી બાબતો પર મોટો હોબાળો કરીએ છીએ.
નુકસાન: નાની-નાની ફરિયાદો ધીમે ધીમે પહાડ જેવી બની જાય છે. સતત ટોકવાથી પાર્ટનર (Partner) ને લાગે છે કે તમે તેમનાથી ક્યારેય ખુશ નથી થતા.
ઉકેલ: કેટલીક બાબતોને ‘જતી કરતા’ (Ignore) શીખો. જો વાત બહુ મોટી ન હોય તો તેના પર ઝઘડવાને બદલે પ્રેમથી સમજાવો અથવા ક્યારેક અવગણી લો.
Partner સતત ટીકા કરવી
“તમને તો કઈ ખબર જ નથી પડતી” કે “તમે ક્યારેય કોઈ કામ સરખું નથી કરતા” – આવા શબ્દો પાર્ટનર (Partner) ના આત્મવિશ્વાસને તોડી નાખે છે.
નુકસાન: ટીકા કરવાથી સંબંધમાં નકારાત્મકતા આવે છે. સામેવાળી વ્યક્તિ તમારાથી દૂર ભાગવા લાગે છે કારણ કે કોઈને પણ સતત પોતાની બુરાઈ સાંભળવી ગમતી નથી.
ઉકેલ: ટીકા કરવાને બદલે વખાણ (Appreciation) કરતા શીખો. જ્યારે તેઓ કંઈક સારું કરે ત્યારે તેની નોંધ લો. પ્રેમ અને પ્રશંસાથી તમે પાર્ટનર પાસે કોઈ પણ કામ કરાવી શકો છો, પણ ગુસ્સાથી નહીં.
પાર્ટનર માટે સમય ન હોવો
આજના વ્યસ્ત જીવનમાં ઓફિસ અને બિઝનેસના ટેન્શન વચ્ચે આપણે ભૂલી જઈએ છીએ કે ઘરે કોઈ આપણી રાહ જોઈ રહ્યું છે.
નુકસાન: જ્યારે તમે પાર્ટનર (Partner) ને સમય નથી આપતા, ત્યારે તેમની વચ્ચે ‘કોમ્યુનિકેશન ગેપ’ સર્જાય છે. આ એકલતા ધીમે ધીમે સંબંધમાં તિરાડ પાડે છે.
ઉકેલ: ગમે તેટલા વ્યસ્ત હોવ, દિવસમાં થોડો સમય માત્ર એકબીજા માટે ફાળવો. મોબાઈલ સાઈડ પર મૂકીને દિલ ખોલીને વાતો કરો.
લાગણીઓની અવગણના અને અપેક્ષાઓ
તમારો પાર્ટનર (Partner) મશીન નથી, તેની પણ લાગણીઓ છે.
નુકસાન: ઘણીવાર આપણે પાર્ટનરની વાત સાંભળ્યા વગર જ આપણો નિર્ણય થોપી દઈએ છીએ. વધુ પડતી અપેક્ષાઓ રાખવી અને સામેવાળાની લાગણી ન સમજવી એ તણાવનું મુખ્ય કારણ છે.
ઉકેલ: એકબીજાને સમજો અને સન્માન આપો. અપેક્ષા રાખવાને બદલે તમારી જરૂરિયાતો વિશે ખુલીને વાત કરો.
લગ્નજીવન એક છોડ જેવું છે, જેને ફરિયાદોના નહીં પણ પ્રેમના પાણીની જરૂર હોય છે. આજથી જ આ નાની આદતો બદલો અને જુઓ તમારો સંબંધ કેટલો મજબૂત (Strong)બની જાય છે.
આ પણ વાંચો: બેડરૂમમાં પુરુષોની આ 6 ભૂલો બગાડી નાખે છે સ્ત્રીઓનો મૂડ! જો તમે પણ આવું કરતા હોવ તો આજે જ ચેતી જજો
આ પણ વાંચો: શું કામનું ટેન્શન બેડરૂમ સુધી પહોંચી ગયું છે? તો ટ્રાય કરો આ 5 પોઝિશન્સ, તણાવ થશે ગાયબ અને વધશે પ્રેમ
આ પણ વાંચો: થાક ઉતારવા માટે સેક્સ છે બેસ્ટ દવા! જાણો પાર્ટનરને કેવી રીતે મૂડમાં લાવવા?




