Gujarat/ બાઈક સર્વિસના રૂપિયા માંગતા જીવલેણ હુમલાની ઘટના

બાઇક સર્વિસ કર્યા ના લેવાના બાકી નીકળતા નાણાં મુદ્દે બબાલ

300 રૂપિયા લેવા બાબતે બબાલ

ગેરેજ માલિકે રબારીઓને ચક્કા માર્યા
ઓઢવ પોલીસને જાણ થતાં કાર્યવાહી હાથધરી

Ahmedabad Gujarat

@વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ-અમદાવાદ

અમદાવાદ શહેરના છેવાડે આવેલા સિંગરવા ગામ માં મોડી સાંજે વિષ્ણુ ચાકુ વડે જીવલેણ હુમલાની ઘટના બની છે. બાઇકની સર્વિસ ના લેવાની બાબતે રબારી સાથે થયેલી તકરાર ઉગ્ર બની અને બંને વ્યક્તિ વચ્ચે થયેલી ઝઘડાની બાબત ચરમસીમાએ પહોંચતા આ બાઇક સર્વિસ કરનાર વેપારીએ રબારી પરીક્ષણ ચાકુ વડે હુમલો કરી તેને ઘાયલ કર્યો ચાકુ વડે જીવલેણ હુમલા ની ઘટના ને પગલે આસપાસના તમામ લોકો એકઠા થઈ ગયા અને ઝઘડાને શાંત કરાવવા પ્રયાસ કર્યો. હુમલાનો ભોગ બનેલા રબારીને પ્રાથમિક સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો. તો બીજી તરફ હુમલાખોર ગેરેજ માલિક હુમલા બાદ સ્થળ પરથી ફરાર થઇ ગયો છે. આ સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અને ચાકુ વડે હુમલો કરનારા આરોપીને શોધવા માટે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે.