Not Set/ સુરત એરપોર્ટ પર અન્ડર ગારમેન્ટમાં સોનુ લાવતો વ્યક્તિ ઝડપાયો

સુરત એરપોર્ટ પર સોનાની દાણચોરીના બનાવો સતત સામે આવી રહ્યા છે.સુરત એરપોર્ટ પર સોનાની હેરાફેરીનો ચોથો બનાવ સામે આવ્યો છે. સુરત એરપોર્ટ પર કસ્ટમ વિભાગે શારજાહથી આવેલા શખ્સની સોના સાથે અટકાયત કરી છે. કસ્ટમ વિભાગે પકડી પાડેલા સોનાની કિંમત 19 લાખ જેટલી છે. ધરપકડ કરવામાં આવેલા શખ્સો પોતાના અંડરગાર્મેન્ટ અને જીન્સમાં પેસ્ટ બનાવીને સોનું છૂપાવી […]

Top Stories Gujarat Surat

સુરત એરપોર્ટ પર સોનાની દાણચોરીના બનાવો સતત સામે આવી રહ્યા છે.સુરત એરપોર્ટ પર સોનાની હેરાફેરીનો ચોથો બનાવ સામે આવ્યો છે. સુરત એરપોર્ટ પર કસ્ટમ વિભાગે શારજાહથી આવેલા શખ્સની સોના સાથે અટકાયત કરી છે.

કસ્ટમ વિભાગે પકડી પાડેલા સોનાની કિંમત 19 લાખ જેટલી છે. ધરપકડ કરવામાં આવેલા શખ્સો પોતાના અંડરગાર્મેન્ટ અને જીન્સમાં પેસ્ટ બનાવીને સોનું છૂપાવી રાખ્યું હતું.આ વ્યક્ત શારજહથી ફ્લાઈટમાં આવી રહ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે શારજાહથી આવેલા એક યુવકની તપાસ કરતા તેના અંડરગાર્મેન્ટ અને જીન્સમાં સોનું છૂપાવ્યું હોવાનું માલુમ પડ્યું હતું. સ્કેનરને કારણે ઇસમ પાસે 570 ગ્રામ સોનું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જે બાદમાં કસ્ટમના અધિકારીઓએ યુવકની ધરપકડ કરી લીધી હતી.

કસ્ટમ વિભાગે તપાસ કરતા ઇસમે પોતાના અંડરગાર્મેન્ટ અને જીન્સમાં સોનાની પેસ્ટ બનાવીને તેને છૂપાવી રાખ્યું હતું. સુરતથી ધરપકડ કરવામાં આવેલો યુવક મુંબઈનો હોવાનું માલુમ પડ્યું છે. એરપોર્ટ પર પેસ્ટ બનાવીને સોનાની દાણચોરીનો આ ચોથી બનાવ સામે આવ્યો છે. આ પહેલા આવા ત્રણ બનાવી ધ્યાનમાં આવી ચુક્યા છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સોનાની પેસ્ટ બનાવીને દેશમાં ઘૂસાડવાના અનેક બનાવો સામે આવ્યા છે. સોનાને મૂળ સ્વરૂપે રાખવાને બદલે તેની પેસ્ટ બનાવવાથી તે સહેલાઈથી સ્કેનરમાં પકડાતું નથી. આ કારણે જ સોનાની દાણચોરી માટે આવો કિમિયો અજમાવવામાં આવી રહ્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.