BJP candidate list/ દિલ્લીમાં ભાજપના ઉમેદવારમંથનને લઈ મોટા સમાચાર, અનેક નેતાઓમાં ધ્રૂજારી છૂટી

કપાઈ જવાના ડરથી અનેક નેતાઓ ધ્રૂજવા લાગ્યા છે. ભાજપે અચાનક તેની વ્યૂહરચના બદલી છે અને લગભગ 33 જિલ્લાઓ અને 4 શહેર પરિષદોમાં 1 બેઠક માટે…

Top Stories Gujarat India
BJP Candidate Brainstorm

BJP Candidate Brainstorm: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ગણગણાંટ થઈ રહ્યો છે. લાગે છે હવે ભાજપ ગમે ત્યારે પ્રથમ તબક્કામાં 89 ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. આને લઈને ભાજપ દિલ્હીમાં ઉમેદવારો માટે મંથન કરી રહ્યું છે. જેમાં હાઈકમાન્ડ વિધાનસભામાં મહિલાઓના પ્રતિનિધિત્વને લઈને સતર્ક બન્યા હોવાના સમાચાર મળી રહ્યાં છે. ભાજપે અચાનક તેની વ્યૂહરચના બદલી છે અને 33 જિલ્લાઓ અને 4 શહેર પરિષદોમાં 1 બેઠક માટે મહિલા ઉમેદવારોને ફરજિયાત બનાવવાનો નિર્ણય કર્યો છે. મહિલાઓના મતને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, મોરબી, અમરેલી જિલ્લામાંથી મહિલા ઉમેદવારોના નામ મંગાવવામાં આવ્યા છે. ખાસ કરીને મોરબી બેઠક પર રાજ્ય મહિલા મોરચાના પ્રમુખ દીપિકાબેન સરવાના નામની ચર્ચા થઈ રહી હોવાના પણ સમાચાર છે.

ભાજપમાં ઉમેદવારોની પસંદગીને લઈને કવાયત શરૂ થઈ ગઈ છે. આ અંગે આજે સાંજે ભાજપની મહત્વની બેઠક યોજાશે. ભાજપ સંસદીય બોર્ડની બેઠક સાંજે 6:30 કલાકે મળવાની છે. બેઠક બાદ મોડી રાત સુધીમાં નામોની યાદી જાહેર થઈ શકે છે. પ્રથમ તબક્કામાં ભાજપ દ્વારા 89 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો: Bharat Jodo Yatra/રાહુલ ગાંધી આવતા વર્ષે ફરી નીકાળશે પદયાત્રા, બ્લુ પ્રિન્ટ તૈયાર કરવાનું