Ahmedabad News/ અમદાવાદ શહેરમાં મોડી રાત્રે સર્જાયા મારામારીના દ્રશ્યો

જોકે, દિલ્લી દરવાજા પાસે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. પોલીસની સમય સૂચકતાને કારણે મોટી ઘટના બનતા અટકી હતી.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)માં મોડી રાત્રે શહેરમાં તંગદિલી સર્જાઈ હતી. જાહેર રસ્તા પર મારામારીની ઘટના બની હતી. પરંતુ પોલીસે સમયસૂચકતા વાપરી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. દિલ્હી દરવાજા (Delhi Darwaja) વિસ્તાર અને વસ્ત્રાલ (Vastral) પાંજરાપોળ ચાર રસ્તા પર મારામારીના દ્રશ્યો સર્જાયા હતા.

અમદાવાદ શહેરમાં મોડી રાત્રે અચાનક દિલ્લી દરવાજા પાસે બે જૂથ વચ્ચે તંગદિલી સર્જાઈ હતી. ઢોર ભરેલી ગાડી પકડાતા બે કોમના ટોળા આમને સામને આવ્યા હતા. મોટી સંખ્યામાં ટોળા એકઠા થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાને વિખેરવા પોલીસનો મોટો કાફલો તૈનાત કરાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સેક્ટર-1, DCP ઝોન-3, ઝોન-4 સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. ટોળાને સમજાવટપૂર્વક વિખેરી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. જોકે, દિલ્લી દરવાજા પાસે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. પોલીસની સમય સૂચકતાને કારણે મોટી ઘટના બનતા અટકી હતી.

પૂર્વ અમદાવાદમાં વસ્ત્રાલ પાંજરાપોળ ચાર રસ્તા પર મારામારીની ઘટના બની હતી. જાહેર રસ્તા પર મારામારીના દ્રશ્યો સર્જાતા લોકોનાં ટોળા વળ્યા હતા. મારામારીની ઘટનામાં મહિલાઓ પણ સામેલ હોવાનું બહાર આવ્યું છે. સ્થાનિકોએ મારામારીની જાણ પોલીસને કરતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:RMVM સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો:હેમચંદ્રાચાર્ય યુનિ. કેમ્પસમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી, તિક્ષ્ણ હથિયારો સાથે કેટલાક વિદ્યાર્થીઓની અટક

આ પણ વાંચો:ભરૂચમાં બેન્ડ વગાડવા મુદ્દે થઈ મારામારી, કન્યા લેવા જઈ રહ્યા હતા વરરાજા