Patan News/ હેમચંદ્રાચાર્ય યુનિ. કેમ્પસમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી, તિક્ષ્ણ હથિયારો સાથે કેટલાક વિદ્યાર્થીઓની અટક

પોલીસે ઘટનાસ્થળ પરથી છરી, અને લોખંડના અન્ય તિક્ષણ હથિયાર પણ કબજે કર્યા

Top Stories Gujarat

Patan News : પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં આજે વિદ્યાર્થીઓ વચ્ચે છુટા હાથની મારામારી થતા ચકચાર મચી છે. સામાન્ય બાબતે બે વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. યુનિવર્સિટી કેમ્પસમાં થેયલી માથાકૂટમાં એક વિદ્યાર્થીના હાથના ભાગે છરી વાગતા તેને સારવાર માટે ખસેડાયો છે. ઘટનાના પગલે દોડી આવેલી પોલીસે કેટલાક વિદ્યાર્થીઓને અટકમાં લઈ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ઘટનાસ્થળ પરથી છરી, અને લોખંડના અન્ય તિક્ષણ હથિયાર પણ કબજે કર્યા હતા. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પાટણ શહેરની એક કોલેજમાં ધક્કામૂકી મામલે ઝઘડો ચાલુ થયા બાદ શુક્રવારે બપોરના સમય ટીબી ત્રણ રસ્તા નજીક ચા પાણી કરી રહેલા બે કોલેજિયન યુવકો ઉપર 15 થી 18 લોકોના ટોળા દ્વારા આવીને હુમલો કર્યો હતો. જેમા એક યુવકને હાથના ભાગે છરીના બે ઘા વાગ્યા હતા. આ લોકો બંને વિદ્યાર્થીઓ બચવા માટે દોડધામ કરીને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કેમ્પસમાં દોડી આવ્યા હતા તેમની પાછળ પાછળ 8 થી 10 યુવાનો બાઈક ઉપર સવાર થઈને પીછો કરીને આવ્યા હતા. વહીવટી ભવન નજીક પહોંચતા બંને વિદ્યાર્થીઓને પકડી યુવકોના ટોળાઓએ ફરીથી હુમલો કર્યો હતો.

તો ઘટનાના પગલે આસપાસના વિદ્યાર્થીઓ મારતા છોડાવ્યા હતા તેમજ શરીર ઈજાઓ પહોંચેલ હોય તાત્કાલિક જનતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા અને ઘટનાના પગલે પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી. હુમલો કરનાર યુવકોના ટોળા પૈકી ત્રણથી ચાર યુવકોને અન્ય વિદ્યાર્થીઓ પકડી રાખ્યા હતા જેને પોલીસે આવીને પકડી હથિયાર સાથે પોલીસ મથકે લઈ જઈને વધુ તપાસ હાથ ધરી હતી.વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે કોલેજમાં પરીક્ષા ચાલુ હતી જે દરમિયાન મને નીચે બોલાવ્યો હતો પરંતુ હું ગયો ન હતો આ લોકો સામાન્ય ધક્કામુકી મામલે થયેલી બબાલમાં મને મારવા માગતા હતા. પરંતુ હું ત્યાંથી નીકળી ગયો હતો.

આજે મહાકાળી હોટલ પાસે અમે લોકો ચા પી રહ્યા હતા જે દરમિયાન આ લોકોનું ટોળું આવીને અમારા ઉપર હુમલો કર્યો હતો. જેમાંથી એક યુવકે પોતાની ફેટમાંથી છરી કાઢીને હાથ ઉપર હુમલો કર્યો હતો. અન્ય યુવકો પાસે લાકડી અને શિક્ષણ હથિયારો હતા જે લઈ અમને મારવા દોડ્યા હતા પણ અમે યુનિવર્સિટીમાં દોડીને આવતા તેમ લોકોએ પીછો કર્યો હતો.ઇજાગ્રસ્ત જોષી ઉર્વીને જણાવ્યું હતું કે મને ઝઘડા બાબતે કોઈ જ ખ્યાલ નથી હું તો માત્ર હોટલે ચા પીવા જતો હતો અને તે દરમિયાન ઝઘડો ચાલુ હતો. સાઈડ માંથી પસાર થવા જતા એક યુવકે મારી ઉપર છરી થી હુમલો કરી દીધો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પહેલાં પોતાનું ઘર સરખું કરો, પછી બીજા પાસે જવાબ માંગોઃ દાહોદ જમીન કૌભાંડમાં હાઇકોર્ટે ધોકો પછાડ્યો

આ પણ વાંચો: દાહોદમાં ખેતીલાયક જમીનમાં નકલી હુકમોનું કૌભાંડ

આ પણ વાંચો: રાજ્યમાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ, ખેતીલાયક જમીનને બિનખેતીલાયક બતાવી કરવામાં આવે છે જમીનનું વેચાણ