Dahod News/ પહેલાં પોતાનું ઘર સરખું કરો, પછી બીજા પાસે જવાબ માંગોઃ દાહોદ જમીન કૌભાંડમાં હાઇકોર્ટે ધોકો પછાડ્યો

દાહોદ જમીન કૌભાંડમાં ગુજરાત હાઇકોર્ટે આક્રમક મિજાજ દાખવ્યો છે.  આ કૌભાંડમાં હાઇકોર્ટે રીતસરનો ધોકો પછાડતા જણાવ્યું છે કે ખોટું કરનારાઓને ઘરભેગા કરવામાં આવશે.

Gujarat Top Stories Others Breaking News

Dahod News: દાહોદ જમીન કૌભાંડમાં ગુજરાત હાઇકોર્ટે આક્રમક મિજાજ દાખવ્યો છે.  આ કૌભાંડમાં હાઇકોર્ટે રીતસરનો ધોકો પછાડતા જણાવ્યું છે કે ખોટું કરનારાઓને ઘરભેગા કરવામાં આવશે. દાહોદ જિલ્લામાં ખેડૂત નહીં હોવા છતાં એનએ થયેલી જમીન ખરીદવાના વિવાદમાં સ્થાનિક મામલતદારે આપેલી નોટિસોને પડકારતી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી રિટમાં જસ્ટિસ નિખિલ એસ કેરિયલે સુનાવણી દરમિયાન તંત્રની આકરી ટીકા કરી હતી.

હાઇકોર્ટે તંત્રને રીતસરનું કઠેડામાં ઊભું કરી દેતાં જણાવ્યું હતું કે રાજ્યનો સામાન્ય નાગરિક તમારી સરકારી વેબસાઇટ કે રેકોર્ડ જોઈને જમીન ખરીદે છે. પણ આ વિવાદમાં તમે તમારા સરકારી અધિકારીઓ સામે કયા પ્રકારના પગલાં લીધા છે તે જણાવો. હાઇકોર્ટે જણાવ્યું હતું કે આ કૌભાંડમાં ખોટું કરનારા કલેક્ટર, એસડીએમ કે મામલતદારને ઘરભેગા કરવામાં આવશે.

હાઇકોર્ટના આક્રમક મિજાજના પગલે સરકારે યોગ્ય કાર્યવાહી કરી હાઇકોર્ટને શાંત કરવાનો પ્રયત્ન કર્યો હતો. હાઇકોર્ટે આમ છતાં સરકારને સંભળાવી દીધુ હતું કે આ કૌભાંડમાં તમે તમારા અધિકારીઓ સામે કયા પ્રકારના પગલાં લો છો તે અમને જણાવો અને સમગ્ર કેસમાં ખુલાસા સાથે સોગંદનામુ રજૂ કરો. આ કેસની આગામી સુનાવણી 15મી જુલાઈના રોજ થશે.

દાહોદ જિલ્લામાં એનએ થયેલી જમીનો ખરીદવાના વિવાદમાં હાઇકોર્ટ સામેના કેસમાં અરજદારે કોર્ટ સમક્ષ કેટલીક હકીકતો મૂકી હતી. અરજદારોએ પોતે સીટી સર્વેની વેબસાઇટ પર મૂકાયેલી વિગતો અને સિટી સર્વેના પ્રોપર્ટી કાર્ડ ચકાસ્યા પછી સંલગ્ન જમીનો એનએ થયેલી હોઈ ખરીદી હતી. હવે સ્થાનિક મામલતદાર નોટિસ આપીને કહે છે કે તમે ખેડૂત ન હોવા છતાં ગુજરાત ગણોત વહીવટી અને ખેતીની જમીન અધિનિયમ 1948 મુજબની જરૂરી મંજૂરીઓ મેળવ્યા વગર ખેતીની જમીન તબ્દીલ કરી જમીન ધરાવો છો. ફક્ત એટલું જ નહીં મામલતદારો અરજદારોને મામલતદાર, કલેક્ટર કે ટ્રિબ્યુનલ સમક્ષની કાર્યવાહીમાં વકીલ રોકવાની પણ મનાઈ ફરમાવી હતી. કોઈ અભણ,અંધ અને અશક્ત જ વકીલ રોકી શકે તેમ જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે આ નોટિસ જ અયોગ્ય અને અસ્થાને છે. અરજદારો જેવા કેટલાય લોકો છે જેમણે આ રીતે એનએ થયેલી જમીનોના પ્લોટો ખરીદેલા છે. હવે નવ-દસ વર્ષ પછી તંત્ર અચાનક એમ કહે છે કે તમે આ અંગેના દસ્તાવેજો અને પુરાવા રજૂ કરો તો શું કરીએ. આ કેસ જોઈ હાઇકોર્ટ રીતસરની બગડી હતી. હાઇકોર્ટે જણાવ્યું હતું કે તંત્ર અરજદાર પાસેથી પુરાવા માંગતા પહેલા પોતાનું તંત્ર સરખુ કરે. તંત્રની અંદર જ ફ્રોડ થયું છે. પહેલા પોતાનું ઘર સરખું કરો, પછી બીજા પાસે જવાબ માંગો. હાઇકોર્ટે જણાવ્યું હતું કે સરકારના રેકોર્ડ પર જમીન એનએ થયેલી બતાવે છે તો પછી તમે કયા આધારે અરજદારને નોટિસ ફટકારી, જો જમીન એનએ થયેલી નથી તો પછી વાસ્તવમાં સરકારી અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પેરોલ પર છુટેલા કેદીનું ફતેગંજ બ્રિજ પર અકસ્માતમાં થયું મોત

આ પણ વાંચો: ગુજરાત સરકારનો લર્નિંગ લાઇન્સને લઈ મોટો નિર્ણય

આ પણ વાંચો: ગુજરાતના યાત્રાધામો ગુજરાતી પ્રવાસીઓથી ઉભરાયા