મુંબઇ,
એક્ટ્રેસ કિયારા અડવાણી અભિષેક વર્મનની ઈતિહાસિક ફિલ્મ ‘કલંક’માં તેની ખાસ ઝલકને લઈને ખુબ જ ઉત્સાહિત છે. કિયારા મંગળવારે બ્લૂસ્ટોન સ્ટોર લોન્ચ પર પત્રકારો સાથે વાતચીત કરી હતી.
આગામી પ્રોજેક્ટને લઈને કિયારાએ કહ્યું કે ‘હું ‘કલંક’માં મારી ખાસ ઝલકને લઈને ઘણી ઉત્સાહિત છું કેમકે આ એક મોટી ફિલ્મ છે અને આ પહેલીવાર છે કે જયારે હું કોઈ ઈતિહાસિક ફિલ્મનો ભાગ છું. મે તેનું શુટિંગ પૂર્ણ કરી લીધું છે.
કિયારાએ જણાવ્યું કે ‘કબીર સિંહ’ અને ‘ગુડ ન્યુઝ’નું શુટિંગ શરુ કરી દીધું છે. ‘લસ્ટ સ્ટોરીઝ’મી એક્ટ્રેસ કહ્યું કે મે ‘કબીર સિંહ’ અને ‘ગુડ ન્યુઝ’નું શુટિંગ એક સાથે શરુ કર્યું છે અને કમ સારું ચાલી રહ્યું છે. અમે શુટિંગ ચાલુ રાખવા અને દર્શકો મારા સારી ફિલ્મ બનાવા માટે ઉત્સાહિત છીએ. કબીર સિંહ સંદીપ વાંગા દ્રારા લખાયેલી અને નિર્દેશિત ફિલ્મ છે. આ તેલુગુ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ની રીમેક છે.