Jamnagar/ બાતમીએ બચાવી લીધા, નહીંતો વહેવાની હતી લોહની નદીઓ….

ઘણીવાર પોલીસને કોઈ બાતમી મળી જાય તો તે મોટું કામ કરી જાય. આવું જ થયું છે જામનગરના એક કિસ્સામાં. જેમાં જો LCB ને બાતમી ન મળી હોત તો જામનગર જીલ્લા જેલ બહાર કદાચ મોટો હત્યાકાંડ સર્જાય ચુક્યો હોત

Gujarat Others
jamnagar બાતમીએ બચાવી લીધા, નહીંતો વહેવાની હતી લોહની નદીઓ....

ઘણીવાર પોલીસને કોઈ બાતમી મળી જાય તો તે મોટું કામ કરી જાય. આવું જ થયું છે જામનગરના એક કિસ્સામાં. જેમાં જો LCB ને બાતમી ન મળી હોત તો જામનગર જીલ્લા જેલ બહાર કદાચ મોટો હત્યાકાંડ સર્જાય ચુક્યો હોત અને પોલીસમાં દોડધામ મચી જવા પામી હોત. પણ સદનસીબે આવું ન થયું.

વાત કઈક એવી છે કે જામનગર જીલ્લા જેલમાં 13 જેટલા શખ્સો જામનગર જીલ્લા જેલ બહાર એકઠા થઇ કાવતરૂ રચી ધાતક હથિયારોથી સજજ થઇ બેઠા હતા. અને જુના ઝઘડાની અદાવતમાં તુષાર ઉર્ફે રાજુ તથા લક્ષ્મણ ઉર્ફે અજય તથા રાજભા ચતુરસીંહ સોલંકી રહે. તમામ જામનગરનાઓને જામનગર જિલ્લા જેલમાંથી જામીન ઉપર બહાર આવ્યેથી તેમની ઉપર દેશી બનાવટના તમંચાથી ફાયરીંગ કરી તથા અન્ય ધાતક હથિયારો વડે જીવલેણ ઇજા કરવાના ઇરાદાથી ખૂન કરવા તરફ દોરી જતુ કાર્ય કરી મોટો ગુન્હો આચરવાની પેરવીમાં હોવાની બાતમી જામનગર સ્થાનિક ગુન્હા શોધક શાખાના સ્ટાફને મળતા એલસીબી ટીમ જામનગર જીલ્લા જેલ બહાર તાબડતોબ પહોચી ગઈ હતી. અને 5 શખ્સો ને ઘાતક હથિયારો સાથે ઝડપી પાડ્યા હતા. જયારે સાથે રહેલા અન્ય 8 શખ્સો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.  જો સમયસર જામનગર LCB ને બાતમી ના મળી હોત તો કદાચ મોટો કાંડ જામનગર જીલ્લા જેલ બહાર સર્જાઈ ચુક્યો હોત. આ મામલે સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે. અને પોલીસે આગળ ની તપાસ હાથ ધરી છે.

ઝડપાયેલા 5 આરોપીઓ પાસેથી શું મળ્ય હથીયાર…

– દેશી બનાવટના તમંચા -2…
– જીવતા કાર્ટીઝ નંગ -7….
– મોબાઇલ ફોન નંગ -6…
– ધારદાર ફરસી નંગ -6…
– કુહાડી -1…
– ધારીયુ નંગ -1….
– લોખંડની પાઇપ -૩…
– તલવાર જેવો છરો નંગ -1…
– રોકડ રૂ. 18,700…
– ઇકો કાર નંગ -1 મળી કુલ મળીને રૂ. 2,66,600 નો મુદામાલ…..

ક્યા શખ્સો ઝડપાઈ ગયા….

– ઇકબાલ બશીરભાઇ જોકીયા, રહેવાસી ધરારનગર -1
– આશિફ અલીભાઇ રૂજા, રહેવાસી મોરકંડા રોડ કાલાવાડ નાકા બહાર, સેટેલાઇટ શેરી નં.3
– રાજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, રહેવાસી શંકર ટેકરી રામનગર શેરી નં. 7, જામનગર
– મુનાવર સિટ્રી
– અભિષેક ધાર્યા

પકડવાના બાકી આરોપીઓ….

-હાજીભાઇ હમીરભાઇ ખફી સુમરા
– શિવાભાઇ જાડેજા
– ઐયાજ ઐયુબભાઇ ખફી
– રહીમ કાસમ સુમરા
– હાજી ઐયુબ ખફી સુમરા
– કીશન કોળી તથા બીજા ત્રણ માણસો
– ઇમરાન મોહમંદ સુમરા
– સંજય પ્રફુલ વાઘેલા ઉર્ફ બાંઠીયો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…