Ahmedabad News : ચાંદખેડામાં રિક્ષા લઈને જઈ રહેલા યુવકનું અપહરણ કરીને તેની હત્યા કરનારા ત્રણ શખ્સોની ચાંદખેડા પોલીસે ધરપકડ કરી છે.આ બનાવની વિગત મુજબ ચાંદખેડામાં હુડકો વાસ, વિસત માતાના છાપરા પાસે રહેતો અજય ચેપાજી છાકોર(20) 8 જુલાઈ 2025 ના રોજ રાજ્ઞે પોણા બાર વાગ્યે તેના મિત્ર દર્શીલ ઉર્ફે ભટ્ટી જી.સામઢીયા સાથે રિક્ષા લઈને ચાંદખેડામાં શિવશક્તિબસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહ્યો હતો.
દરમિયાન અગાઉના ઝઘડાની અદાવત રાખીને બળદેવ ઉર્ફે તાવડી ઠાકોર, નિકુલ મનુજી ઠાકોર, કાવ્ય ચૌહાણ અને પાર્થ બારોટ તથા અન્ય અજાણ્યા શખ્સોએ અર્ટીગાકારમાં ત્યાં આવ્યા હતા. તેમણે અજયની રિક્ષાને ઓવરટેક કરીને અજયને ગંધી ગાળો બોલીને અજયને રિક્ષામાંથી ઉતારીને કારમાં અપહરણ કરીને લઈ ગયા હતા.
બાદમાંતેમણે પાઈપ અને ધોકા વડે અજયના ડાબા પગ તથા જમણા પગમાં ફ્રેકચર કરીને છાતીમાં પાસળીઓના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. બાદમાં આ શખ્સો ભાગી ગયા હતા.સારવાર અર્થે અજય ઠાકોરને સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં ડોકેટરે તેને મૃત ઘોષિત કર્યો હતો.આ અંગે અજયની માતા મીરાબેન ચેપાજી ઠાકોરે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.આ અંગે સેક્ટર 1 જોઈન્ટ પોલીસ કમિશનર એલ ડિવીઝનના એસીપીના માર્ગદર્શન હેઠળ ચાંદખેડા પોલીસ સ્ટેશનના સ્ટાફે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી.
જેમાં આરોપીઓ મહેસાણામાં પાંચોટ ચાર રસ્તા પાસે હોવાની માહિતી પોલીસને મળી હતી. જેને આધારે પોલીસે હુડકાના મકાન, વિસત માતાનો વાસમાં રહેતા બળદેવજી ઉર્ફે તાવડી આર.ઠાકોર(54), ચાંદખેડા રેલવે સ્ટેશન પાસે આશ્રય રેસીડેન્સીમાં રહેતા પાર્થ કે.રાવ (બારોટ)(41) અને વાસતમાતાના વાસ, ચાંદખેડામાં રહેતા નિકુલ એમ.ઠાકોરની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં ડબલ મર્ડરના આરોપીને ફાંસીની સજા, કોર્ટે નોંધ્યું- આ કૃત્ય પશુતુલ્ય, કાયદાનો ડર જરૂરી
આ પણ વાંચો: વિરમગામની હત્યાનું ખૂલ્યુ અમદાવાદના મર્ડર સાથે કનેકશન
