સમગ્ર વિશ્વ જળ વાયુ પરિવર્તનની સમસ્યાનો સામનો કરી રહ્યું છે ત્યારે પર્યાવરણની સુરક્ષા દરેક દેશના વડાઓ માટે મહત્ત્વનો મુદ્દો બની ચૂકી છે.દેશમાં જૂના વાહનોની સમસ્યાનો અંત લાવવા અને પર્યાવરણ સહિતના મુદ્દે નવા વાહનોની ખરીદીને વેગ આપવા કેન્દ્ર સરકારની નવી સ્ક્રેપ પોલીસીની આવતીકાલે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાયેલ ઇન્વેસ્ટર સમીટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેર કરે તેવા સંકેત છે અને કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરી આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપવા ગાંધીનગર આવશે.

આતંકનો ઓછાયો / તાલિબાનના કબજામાં આવી ગયું ગઝની શહેર,એક સપ્તાહની અંદર તાલિબાને 10 પ્રાંતીય રાજધાનીઓ કબજે કરી
છેલ્લા કેટલાક વર્ષોથી આપણા દેશમાં પણ ઋતુઓમાં કેવી રીતે પરિવર્તન આવી રહ્યું છે તેની પાછળ પ્રદૂષણ જવાબદાર છે. આ તમામ બાબતોને સરકાર દ્વારા ધ્યાનમાં રાખી અને ખાસ વિનંતી કરવામાં આવી રહી છે. જે અન્વયેદેશમાં લાંબા સમયથી સરકાર દ્વારા માર્ગો પર ફરતાં જૂના વાહનો કે જે પર્યાવરણ તથા ઇંધણ બંનેની દ્રષ્ટિએ નુકશાનકારક છે તેમને રોડ પરથી હટાવીને નવા અને પર્યાવરણ સાથે સુમેળ સાધે તેવા વાહનો ઉપલબ્ધ બનાવવા સરકાર દ્વારા સ્ક્રેપ પોલીસી તૈયાર કરવામાં આવી છે અને ખાસ કરીને ગુજરાતમાં અલંગ તથા કચ્છમાં વિશાળ સ્ક્રેપ પાર્ક પણ તૈયાર કરવાની સરકારની તૈયારી છે.

આતંકનો ઓછાયો / તાલિબાનના કબજામાં આવી ગયું ગઝની શહેર,એક સપ્તાહની અંદર તાલિબાને 10 પ્રાંતીય રાજધાનીઓ કબજે કરી
જે અંગેની એક પોલીસી આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ઇન્વેસ્ટર સમીટમાં વર્ચ્યુલ હાજરી આપીને જાહેર કરશે. જે દેશભરમાં સૌથી મહત્વની જાહેરાત બની રહેશે. આવતીકાલે સવારે 11 વાગ્યે ઇન્વેસ્ટર સમીટમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અઘ્યક્ષતા હેઠળ દેશ-વિદેશના રોકાણકારો મળી રહ્યા છે. જેમાં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી ખાસ હાજરી આપનાર છે અને વડાપ્રધાનની જાહેરાત બાદ તેઓ સ્ક્રેપ પોલીસી અંગે વધુ માહિતી આપશે.

નવી દિલ્હી / ભારતનો 75 મો સ્વતંત્રતા દિવસ ‘નેશન ફર્સ્ટ ઓલવેઝ ફર્સ્ટ’ થીમ પર ઉજવવામાં આવશે

