ઘૂસણખોરો પર બાજ નજર : હજારો કિલોમીટરમાં ફેલાયેલી ભારતની સરહદ પર પાકિસ્તાન અને ચીન સાથે સતત વિવાદ રહે છે. આ માટે ભારતે અમેરિકા, રશિયા અને ઇઝરાયેલ જેવા દેશો પર આધાર રાખવો પડે છે, પણ હવે ભારત આ બાબતે પગભર બની રહ્યું છે અને હવે ચીન અને પાકિસ્તાનની ઘૂસણખોરો પર બાજ નજર રાખવા આર્મીને ટ્રાયલ માટે એક કેમેરો આપ્યો છે. જે હવે સરહદી ઘૂસણખોરી પર અમદાવાદના કેમેરા નજર રાખશે. આવો જાણીએ શું છે આ કેમેરાની ખાસિયત,..

આર્મીને ટ્રાયલ માટે આપ્યો એક કેમેરો
સરહદની દેખરેખ માટે સર્વેલન્સ કરવા ચીનની બોર્ડર પર આર્મી ખાસ પ્રકારના સર્વેલન્સ કેમેરા ગોઠવી રહ્યું છે અને આનો એક ભાગ બનશે અમદાવાદનું સ્ટાર્ટઅપ ઓપ્ટિમાઇઝ ઇલેક્ટ્રોટેક. બીજા શબ્દોમાં કહીએ તો ભારતની ચીન અને પાકિસ્તાન સાથેની બોર્ડર પર ઘૂસણખોરી સામે અમદાવાદમાં ડિઝાઇન થયેલા કેમેરા નજર રાખશે.

ઘૂસણખોરો પર બાજ નજર : કેમેરાની ખાસિયત
ડિટેક્શન: 30 કિમી વિસ્તારમાં આવતા કોઈપણ વાહન અને 18 કિમીમાં કોઈપણ વ્યક્તિની હિલચાલને ડિટેક્ટ કરે છે.
ઓળખ: વાહન આર્મીનું છે કે સામાન્ય વ્હીકલ છે એ 20 કિમી દૂરથી ઓળખી બતાવશે. આર્મીના વાહન સાથે હથિયાર છે કે લોકોને લઈ જતું વાહન છે એની જાણકારી આપશે. એવી જ રીતે 12 કિમીમાં વ્યક્તિ સિવિલિયન છે કે પછી હથિયાર સાથે છે એનું એલર્ટ આપશે.
આઇડેન્ટિફિકેશન: બોર્ડરની નજીક આવતી વ્યક્તિ સૈનિક છે કે પછી સામાન્ય વ્યક્તિ છે એ ઓળખી બતાવશે, સાથે જ ઘૂસણખોરી કે અન્ય શંકાસ્પદ ઇરાદાથી આવતી વ્યક્તિને 0.5 કિમીની અંદર આઇડેન્ટિફાઇ કરી એલર્ટ મોકલશે.
ટેકનોલોજી: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગના માધ્યમથી બોર્ડર આસપાસના વિસ્તારમાં કોઈપણ હિલચાલ થશે તો આ કેમેરામાં ઝડપાઈ જશે અને એની હાઇ ડેફિનેશન ઇમેજ કન્ટ્રોલ રૂમને મોકલશે. આ કેમેરા 360 ડીગ્રી ફરી શકે છે.
ITCનો ખોટો ક્લેઈમ / વધારે ITC મેળવતા વેપારીઓ વિરુદ્ધ GST વિભાગ દ્વારા કડક કાર્યવાહી

સંદીપ શાહે જણાવ્યું હતું કે, ભારતના હજારો કિમી લાંબા બોર્ડર વિસ્તારમાં માત્ર સૈનિકો થકી નજર રાખવી શક્ય નથી અને એના માટે સરહદ પર ટેકનોલોજી આધારિત કેમેરા સર્વેલન્સનો ઉપયોગ કરવામાં આવે છે. ભારત મોટે ભાગે અમેરિકા, રશિયા અને ઇઝરાયેલ જેવા દેશો પાસેથી આવી ટેકનોલોજી ખરીદતું આવ્યું છે અને એ ઘણી મોંઘી પણ છે. છેલ્લાં અમુક વર્ષોથી દેશની પોલિસી બદલાઈ ગઈ છે અને એટલે જ ઘરઆંગણે બનતા આવા સર્વેલન્સ કેમેરા આર્મી ખરીદી રહ્યું છે. જોકે એમાં પણ માપદંડ ઘણા જ ઊંચા રાખવામાં આવ્યા છે. ડિફેન્સ સાથે જોડાયેલા સ્ટાર્ટઅપ્સ અને કંપનીઓ પણ આમાં સક્રિય બની છે, જેને કારણે આવનારા દિવસોમાં બોર્ડર સર્વેલન્સમાં ભારત સક્ષમ બનશે અને અન્ય દેશો પરની નિર્ભરતા પણ ઓછી થશે.
રાજકીય વિશ્લેષણ / મોદીના માસ્ટર સ્ટ્રોકને વિપક્ષનો ટેકો !!
રાજકીય વિશ્લેષણ / નામકરણ, વિવિધ સરકારોની ‘ફઈબા’ જેવી ભૂમિકા
ટોક્યો ઓલિમ્પિક્સ / હરિયાણા બને છે રમતગમત મોરચે રોલ મોડલ
રણબંકો / રણનો રણકાર, રબારી સમાજનું ગૌરવ અને ભારતને બે યુદ્ધમાં જીત અપાવનાર બેતાજ બાદશાહ એટલે રણછોડ પગી
