Not Set/ હરિયાણા બને છે રમતગમત મોરચે રોલ મોડલ

સાત પૈકી ચાર મેડલ જીતાડવા માં હરિયાણા ના ખેલાડીઓનો સિંહ ફાળો: ૨૦૦૦ની સાલથી અમલી બનેલી સ્પોર્ટ્સ નીતિનું સફળ પરિણામ

Trending Sports

રમતગમત રોલ મોડલ : ભારતને મળેલા સાત મેડલ કે જેમાં એક સુવર્ણ ચંદ્રક પણ આવી જાય છે. તે સાથે ટોક્યો ખાતે ઓલિમ્પિક મહોત્સવની પૂર્ણાહુતિ થઈ. આ ઓલિમ્પિક મહોત્સવ કે મહાકુંભ ભારત માટે પ્રમાણમાં સારો રહ્યો. ભલે ભારતને મેડલ આખા સાત મળ્યા પણ જે અત્યાર સુધીનાં ઓલિમ્પિક મહોત્સવમાં સૌથી વધારે છે. અગાઉ ૨૦૧૨ના ઓલિમ્પિક મહોત્સવ વચ્ચે ભારતને છ મેડલ મળ્યા હતા તેમાં એકે’ય સુવર્ણ ચંદ્રક નહોતો. છેલ્લો સુવર્ણચંદ્રક નહોતો. છેલ્લો સુવર્ણ ચંદ્રક ૨૦૦૮માં મળ્યો હતો. જ્યારે મહિલા હોકીની ટીમને ભલે કાંસ્ય ચંદ્રક ન મળ્યો પરંતુ રાજા રામપાલની આગેવાની હેઠળની આ ટીમને સૌથી મોટી સિદ્ધિ એ કહેવાય કે તે પ્રથમ વખત સેમિ ફાઈનલ સુધી પહોંચી. ઓલિમ્પિક ઈતિહાસમાં ભારત માટે આ પ્રથમ બનાવ હતો. જ્યારે પુરૂષ હોકી ટીમ થોડી કમનસીબી રહી પણ કાંસ્ય ચંદ્રક મળ્યો. લવલીન મેડલ ન મેળવી શકી પણ તેની લડત પ્રશસ્ય હતી. મેરી કોમ કૂસ્તીનાં બે રાઉન્ડ જીત્યા બાદ ક્વોલીફાઈડ કેમ ન થઈ શકી અને તે અંગે રેફરીનાં નિર્ણય પાછળ શંકાની સોય ટંકાઈ રહી છે આ ટૂંકમાં ભારતના ઓલિમ્પિક ખેલાડી ભાઈ-બહેનોએ આ વખતે જે દેખાવ કર્યો છે તે અગાઉ કરતાં વધુ પ્રશસ્ય રહ્યો છે. કોઈએ શરણાગતિ સ્વીકારી નથી. પ્રતિસ્પર્ધીઓને ટક્કર આપી છે. જીત વટથી મેળવી છે તો હાર પણ મર્દાનગીથી સ્વીકારી છે. ટૂંકમાં ઓલિમ્પિક ટુર્નામેન્ટમાં ભાગ લેનારા ભારતના તમામ ૧૨૭ ખેલાડીઓ પછી તે પુરૂષ હોય કે મહિલા તેઓએ પોતાની શક્તિ અને તાકાત પ્રમાણે રમત રમી છે અને દેશનું ગૌરવ વધારવા પ્રયાસ કર્યો છે. આ ગૌરવ એ ખેલાડીઓની તાકાતનું ગૌરવ છે. ૨૦૧૬માં અત્યંત નબળા દેખાવ બાદ ખેલાડીઓએ જે પ્રેક્ટીસ કરી તેનું આ પરિણામ છે.

@હિંમતભાઈ ઠક્કર ઠક્કર, ભાવનગર 

આ વખતે ભારતનાં પ્રચાર માધ્યમોએ તો આ રમતનાં મહાકુંભને મહત્વ આપ્યું જ છે પરંતુ આ ભવ્ય રમતોત્સવની પૂર્ણાહૂતિ બાદ વિદેશનાં પ્રચાર માધ્યમોએ પણ ભારતના દેખાવની નોંધ લેવી પડી છે. બ્રીટનના અખબારોએ અને ખુદ બીબીસી દ્વારા એવી નોંધ લેવાઈ છે કે રમત ગમત મોરચે ભારત પછાત છે તેવું કહી શકાય નહિ. ભારતની જૂની પેઢીનો જે ઉજ્જવળ ઈતિહાસ હતો તેવો જ અત્યારે દેખાઈ રહ્યો છે.


રમતગમત રોલ મોડલ : આ વખતની ઓલિમ્પિક ટૂર્નામેન્ટમાં ભારતને જે સાત મેડલ મળ્યા તેમાં ત્રણ મેડલ માટે દેશનાં નાનકડા રાજ્ય ગણાતા હરિયાણાનું યોગદાન છે. હોકી ટીમમાં પંજાબનાં છ ખેલાડી છે તેમ હરિયાણાનાં પણ બે ખેલાડી છે. ઓલિમ્પિકમાં ભાગ લેવા જે ૧૨૭ ખેલાડીઓની ટીમ ગયેલી તેમાં હરિયાણાનાં ખેલાડીઓની સંખ્યા ૩૦ એટલે કે ટકાવારી પ્રમાણે ૨૪ હતી. ભારતે જે વ્યક્તિગત મેડલ જીત્યા તેમાં નીરજ ચોપરા સહિત ત્રણ હરિયાણાનાં છે.

હરિયાણામાં સત્તા ભોગવતી રાજ્ય સરકારો પછી તે ગમે તે પક્ષની હોય પણ ૨૦૦૦ પછી જે ખેલાડીઓને પ્રોત્સાહન આપતી નીતિ અપનાવી તેનું આ પરિણામ છે. હરિયાણામાં ૨૦૧૪થી ભાજપ એટલે કે એનડીએની સરકાર છે. આ પહેલા સતત ૧૦ વર્ષ કોંગ્રેસની સરકાર હતી. પરંતુ રમત મોરચે ખેલાડીઓ જીતતા હોય છે કોની સરકાર છે તે મહત્વનું નથી છતાંય ૨૦૦૦ પછી હરિયાણા સરકારે જે રમતને પ્રોત્સાહન આપવા જે નીતિ અપનાવે છે જે માત્ર વાતો નહિ નક્કર કામગીરી કરે છે તેનું આ પરિણામ છે તે વાતની નોંધ તો લીધા વગર ચાલે તેવું નથી.


રમતગમત રોલ મોડલ : હરિયાણામાં શાળા કોલેજ સ્તરેથી કોઈપણ રમતને પ્રોત્સાહન અપાય છે. શાળા-કોલેજ સ્તરની સ્પર્ધામાં રાષ્ટ્રીય સ્તરે મેડલ મેળવતા ખેલાડીઓને છ લાખનો કેશ એવોર્ડ અપાય છે. હરિયાણામાં અઢી કરોડની વસ્તિ છે અને સ્પોર્ટસનાં ૨૨ કેન્દ્રો છે જ્યારે ૨૩ કરોડની વસ્તિ વાળા ઉત્તર પ્રદેશમાં માત્ર ૨૦ સ્પોર્ટસ સેન્ટર છે. સવા છ કરોડથી વધુ વસ્તિ વાળા આપણા ગુજરાતમાં હરિયાણા જેવા ત્રણ કેન્દ્રો છે. હરિયાણા સરકારનું સ્પોર્ટસ બજેટ ૩૦૦ કરોડથી વધુ છે. આ વખતે તો ૩૯૪ કરોડ ફાળવ્યા છે. ઈન્ટરનેશનલ મેઈલ વાળા ખેલાડીનાં કોચને 1.૨૦ લાખ સુધીનું ઈન્સેન્ટિવ મળે છે (પ્રોત્સાહક રકમ મળે છે. આવા કોચને વધુ તાલિમ માટે વિદેશ પણ સરકારી ખર્ચે મોકલાય છે. જ્યારે ગુજરાત સહિત અન્ય ઘણાં રાજ્યોમાં આ પ્રકારની સુવિધા જ નથી.)

હરિયાણાની સરકારે ઓલિમ્પિકમાં બાબતમાં સાવ નવી અને વધુ પ્રોત્સાહક નીતિ અપનાવી છે. ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર હરિયાણાનાં ખેલાડીને સવા  છ કરોડ, સીલ્વર મેડલ માટે સવા ચાર કરોડ બ્રોન્ઝ માટે 2.5 કરોડ અને તૈયારી માટે 1. 15 લાખ મળે છે.
આ અંગે રમત ગમતનાં નિષ્ણાતો કહે છે કે, મોટા ભાગની રાજ્ય સરકારો પ્રોત્સાહન આપવામાં મોડી પડે છે. જ્યારે હરિયાણામાં શાળા-કોલેજ કક્ષાથી વિદ્યાર્થીઓનો રમત શોખ તેને કઈ રમત ફાવશે શેમાં સારો દેખાવ કરશે. તે ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે જે સેન્ટરો બનાવ્યા છે તેમાં સિનિયર જૂનિયર અને વય જૂથ પ્રમાણે ખેલાડીઓને જે-તે રમતોની તાલીમ અપાય છે. હરિયાણાના ખેલાડીઓ ક્રિકેટમાં પણ ઝળક્યા જ છે તે જગજાહેર છે અને આ વખતના ઓલમ્પિક મહોત્સવમાં તો હરિયાણાનો અન્ય કોઈ રાજ્યો કરતાં સર્વશ્રેષ્ઠ દેખાવ છે. ૨૦૦૦થી જે સ્પોર્ટસ નીતિ અપનાવાઈ તેનાં મીઠા ફળ ચાખવા મળ્યા છે તે નોંધવું જ પડે.

હરિયાણામાં ટેલન્ટને પારખનારા પરિબળો છે અને ભૂપેન્દરસિંઘ હૂડાની સરકાર વખતથી જે નીતિ અપનાવી તે ત્યારપછીની સરકારે આગળ વધારી છે. તેનાં કારણે આ વખતે હરિયાણાને તેનું ફળ મળ્યું છે. માત્ર વાતો કરવાથી ફળ મળતું નથી. તેને કાયમી પ્રોત્સાહનની જરૂરત છે. ખરી રીતે ગુજરાત ઉદ્યોગ કે ઔદ્યોગિક મુડી રોકાણનાં મોરચે મોડલ બની રહ્યું છે તે રીતે હવે તો હરિયાણા રમત ગમતનાં મોરચે પણ પોતાનાં આગવા અભિગમના કારણે રોલ મોડલ બની ચુક્યું છે. દરેક રાજ્ય સરકારો રમતગમતનાં મામલે ખેલાડીઓને પ્રોત્સાહન આપતી નીતિ અપનાવે તો ભારતનાં ૩૩ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પણ આ પ્રકારની સિદ્ધિ અવશ્ય મેળવી શકે તેમ છે . જો આ નીતિ તમામ રાજ્યો રાજ્યસ્તરે અને કેન્દ્ર સરકાર કેન્દ્ર સ્તરે જો આ પ્રકારની નીતિ અપનાવે તો ચોક્કસ ફાયદો મળે. માત્ર એવોર્ડોનાં નામ બદલવાથી કે નવા નામકરણથી રમતને પ્રોત્સાહન મળતું નથી આ માટે નક્કર પગલાંની જરૂરત હોય છે.

રણબંકો / રણનો રણકાર, રબારી સમાજનું ગૌરવ અને ભારતને બે યુદ્ધમાં જીત અપાવનાર બેતાજ બાદશાહ એટલે રણછોડ પગી