લોકસભા: રાજકારણમાં હારને પચાવવી અને જીતને જીરવવી એ અઘરૂં કામ છે. જાે કે જીત બાદ અહંકારમાં આવી જવું તે છેલ્લા ૫૦-૬૦ વર્ષમાં રાજકારણીઓનો ગુણ થઈ ગયો છે. એકવાર જીત્યા બાદ સામા પક્ષને યેનકેન પ્રકારે સાફ કરી નાખવાની વૃત્તિ તે વર્તમાન રાજકારણનું એક લક્ષણ થઈ ગયું છે. ભારતમાં પ્રથમ ચૂંટણી ૧૯૫૨માં થઈ. ત્યારબાદ ૧૯૫૭, ૧૯૬૨, ૧૯૬૭, ૧૯૭૧, ૧૯૭૭, ૧૯૮૦, ૧૯૮૫, ૧૯૮૯, ૧૯૯૧, ૧૯૯૬, ૧૯૯૮, ૧૯૯૯, ૨૦૦૪, ૨૦૦૯, ૨૦૧૪ અને છેલ્લી ચૂંટણી ૨૦૧૯માં યોજાઈ. સત્તા પરિવર્તન પાંચ વખત થયું છે. પ્રારંભમાં ૧૯૪૭થી ૧૯૭૭ એટલે કે સતત ૩૦ વર્ષ સુધી એક જ પક્ષનું શાસન હતું. ત્યારબાદ અમૂક સમયના અંતે સત્તા પરિવર્તન થયું છે. કોંગ્રેસપ્રેરિત જાેડાણને બદલે ભાજપપ્રેરિત જાેડાણનું શાસન છે. ભારતીય લોકશાહી પણ હવે ૭૪ વર્ષની એટલે કે સંપૂર્ણ મેચ્યોર થઈ ચૂકી છે. એટલે તો સૌથી મોટી અને સૌથી જૂની લોકશાહી ગણાય છે. ૧૯૫૭માં સૌપ્રથમ ચૂંટણી યોજાઈ હતી. ૧૯૬૭ સુધી તો રાજ્યોની વિધાનસભા અને લોકસભાઓની ચૂંટણી એકસાથે યોજાતી હતી. પરંતુ ૧૯૬૭ બાદ આ ક્રમ બદલાયો છે તેના ઘણા કારણ છે. પક્ષાંતરનું દુષણ અને કેન્દ્રમાં સત્તા પરિવર્તન થાય એટલે સામા પક્ષના શાસનવાળી વિધાનસભાઓનું વિસર્જન કરી નાખવાની કાર્યવાહીને લીધે અત્યારે એવી સ્થિતિ છે કે દર વર્ષે એક-બે કે પાંચ રાજ્ય વિધાનસભાઓની ચૂંટણી યોજાય જ છે.

@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
૧૯૫૨ની ચૂંટણીમાં લોકસભા ની ૪૯૯ બેઠકો હતી તેમાંથી ૪૮૯ હેઠકોની ચૂંટણી યોજાઈ તેમાં કોંગ્રેસને ૩૬૪ બેઠકો મળી. સામ્યવાદી પક્ષને ૧૬, જયપ્રકાશ નારાયણના સમાજવાદી પક્ષને ૧૨ અને આચાર્ય કૃપલાણીના કિસાન મઝદૂર પ્રજા પક્ષને ૯ બેઠકો મળી, જ્યારે જનસંઘને ૩ બેઠકો મળી હતી. જ્યારે ૧૯૫૭માં લોકસભાની ૫૦૫ બેઠકો થઈ અને ૪૯૪ બેઠકોની ચૂંટણી યોજાઈ. કોંગ્રેસને ૩૭૧ બેઠક મળી. પ્રજા સમાજવાદી પક્ષને ૧૯ બેઠક અને છતાંય મુખ્ય વિપક્ષ તરીકે એસ.એ. ડાંગેની આગેવાની હેઠળનો સામ્યવાદી પક્ષ (સીપીઆઈ) ૨૭ બેઠકો સાથે બેઠો હતો. આ ચૂંટણીમાં જનસંઘ (ભાજપના પૂરોગામી પક્ષ)ને માત્ર ચાર બેઠકો મળી હતી અને તેના યુવા નેતા અટલ બિહારી બાજપેયી પ્રથમવાર બલરામપુરમાંથી ચૂંટાયા હતા. જાે કે તેઓ અન્ય ત્રણ સ્થળે હાર્યા હતા. જ્યારે ૧૯૬૨ની ચૂંટણીમાં પક્ષો વધ્યા. પ્રથમ ગવર્નર જનરલ સી. રાજગોપાલાચારીની આગેવાની હેઠળનો સ્વતંત્ર પક્ષ પણ જાણીતા અને જૂના કોંગ્રેસી આગેવાનો સાથે મેદાનમાં ઉતર્યો હતો. ૧૯૬૨માં કોંગ્રેસને ૩૬૧ બેઠકો મળી જ્યારે એસ.એ.ડાંગેના સામ્યવાદી પક્ષને ૨૯, પ્રજા સામ્યવાદી પક્ષને ૧૨ અને સ્વતં૬ પક્ષને ૧૮ બેઠકો મળી. જ્યારે જનસંઘને ૧૦ બેઠકો મળી.

આમ આ ત્રણેય વિધાનસભાઓમાં વિપક્ષની સભ્યસંખ્યા ઓછી હતી. પરંતુ વિપક્ષમાં જાેરદાર આગેવાનો હતા. એસ.એ. ડાંગે અને તેની સામ્યવાદી ટીમ તો હતી જ પરંતુ તેની સાથે નાથપાઈ જેવા અનેક બાહોશ ચહેરા હતા તો સંયુક્ત સમાજવાદી પક્ષના ડૉ. રામમનોહર લોહીયા પણ હતા. ૧૯૬૨માં પ્રજા સમાજવાદી પક્ષના જે ૧૨ સભ્યો લોકસભા માં બેસતા હતા તેમાં ભાવનગરની બેઠક પરના ૧૯૬૨માં ચૂંટાયેલા જસવંત મહેતા પણ હતાં.

હવે આ ત્રણેય લોકસભા ઓમાં પાણીદાર વિપક્ષી નેતાઓ બેસતા હતાં. ધારદાર રજૂઆતો કરી વિપક્ષને ભીંસમાં લેતા હતા. જાણકારો અને વડીલો કહે છે તે પ્રમાણે વોકઆઉટના બનાવો જવલ્લે જ બનતા હતા. હોબાળાના બનાવો નહિવત હતાં. વિપક્ષના સભ્યોની રજૂઆત સંભળાતી હતી. એટલું જ નહિ પરંતુ તેનો સૌમ્ય ભાષામાં જવાબ અપાતો હતો. સારી ભાષા અને શૈલીથી બજેટ કે દેશના કોઈપણ પ્રશ્ન અંગે વિપક્ષના સભ્યો દ્વારા થતી રજૂઆતોને પણ શાંતિથી સાંભળવામાં આવતી હતી અને સારી બાબત કે અસરકારક રજૂઆત વખતે પીઠ થાબડવામાં આવતી હતી. ૧૯૬૨માં પ્રથમવાર લોકસભામાં ચૂંટાયેલા જનસંઘના તે વખતના યુવા નેતા અટલબિહારી વાજપેયીએ જમ્મુ-કાશ્મીર બાબતમાં પોતાની આગવી શૈલીમાં ધારદાર છતાં અભ્યાસપૂર્ણ પ્રવચન કર્યું. આ પ્રવચન પૂર્ણ થયા બાદ તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂ તેમની પાસે ગયા અને યુવા અટલજીની પીઠ થાબડીને કહ્યું કે આ યુવાન એક દિવસ ભારતનો વડાપ્રધાન બનશે તેવું મને લાગે છે. પ્રથમ વડાપ્રધાનની આ ભવિષ્યવાણી ૧૯૯૬ બાદ સાચી પડી. અટલજી વડાપ્રધાન બન્યા હતા તે હકિકત છે.

લોકસભા: કહેવાનો ભાવાર્થ એટલો કે વિપક્ષોની સંખ્યા ભલે ઓછી હોય પણ તેમની રજૂઆતો સાંભળવી અને તેના ભાષણબાજી જેવા નહિ પણ મુદ્દાસર જવાબો આપવા તે શાસક પક્ષની ફરજ છે. અત્યારે સંસદમાં હોબાળાના કારણે ચોમાસું સત્રના પ્રથમ બે સપ્તાહ બગડ્યા. કામના કલાકો બગડ્યા. પ્રથમ બે સપ્તાહમાં રૂા. ૧૩૩ કરોડનું નુકસાન થયાનો અંદાજ મૂકવામાં આવે છે. ૨૦૧૪ બાદ હોબાળાનું પ્રમાણ વધ્યું છે તેવું ઘણા કહે છે. પરંતુ ૨૦૦૪ થી ૨૦૧૪ વચ્ચે અને તેમાંય ૨૦૦૯ બાદ દેકારા પણ થતાં હતાં અને વિપક્ષોની વાત પણ સંભળાતી હતી તેના જવાબ પણ અપાતા હતા. જાે કે ૧૯૮૮ બાદ ઠક્કર કમિશનના અહેવાલો અંગે સંસદની કાર્યવાહી મોકૂફ રહેવાના બનાવ પાંચ વખત બન્યા હતા. જૂની વિગતો તપાસશું તો જણાશે કે ૧૯૮૦ બાદ હોબાળાનું પ્રમાણ વધ્યું છે અને ૨૦૧૪ બાદ કોઈપણ ચર્ચાનો જવાબ આપતી વખતે ચૂંટણી પ્રવચન જેવા લાંબાલચ ભાષણો કરવાનું અને અગાઉની સરકારો પર દોષારોપણ કરવાનું પ્રમાણ પણ વધ્યું છે. વિપક્ષોના સભ્યોની વાતને ઉડાવી દેવાના બદલે જાસુસીકાંડ સહિતના પ્રશ્નો અંગે જાે ચર્ચા આપી હોત, કૃષિબીલ અંગે ફરી ચર્ચા આપી હોત તો આટલો બધો હોબાળો થાત નહિ. ભૂતકાળમાં વિપક્ષી નેતાઓની વાત ગૃહમાં જ સંભળાતી હતી. વિપક્ષમાં પણ ગૃહમાં સાચી વાત કહેનારા નેતાઓ હતા. અત્યારે ગૃહમાં બોલવાની તક ઓચી મળે છે એટલે ટ્વીટર પર લખીને કે મીડિયા સમક્ષ બાઈટ આપીને પોતાનો મત વ્યક્ત કરવો પડે છે.
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
નવી દિલ્હી / સ્વતંત્ર દિવસ પહેલા રાજધાનીમાં હાઈએલર્ટ, લાલ કિલ્લાની પણ સુરક્ષામાં કરાયો વધારો
#TokyoOlympic2021 / કુશ્તીમાં ભારતનું ગોલ્ડનું સપનુ રોળાયું, બજરંગ પુનિયાને મળી સેમિફાઇનલમાં હાર
